રાજુલા શહેરમાં ખાનગી કંપનીનાં પ્રોજેક્ટ મેનેજરની હત્યા કરનાર આરોપી ઝડપાયો

  • ગાડી સ્પીડથી ચલાવવા બાબતે અથડામણમાં છરી હુલાવી દીધેલ

અમરેલી,
ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ તથા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયના અનડીટેક ગુન્હા શોધી કાઢવા તથા શરીર સંબધી તથા મીલ્કત સંબધી બનતા ગુન્હાઓના આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય તે અનુસંધાને રાજુલા પો.સ્ટે તા.05/11/2020ના રોજ ભાગ-છ-ગુ.ર.નં-11193050201769/2020 આઇપીસી કલમ-302,307,324, 447 તથા જી.પી.એકટ-135 મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેમા આ કામના ફરીયાદિ અંશુમન ઘોષ S/O નનીલાલ ઘોષ રહે. રાજુલા દેવ રેસીડન્સી તા.રાજુલાએ પોતાની ફરીયાદ નોધાવેલ કે તેઓ તથા આ કામના સાહેદ અંકિત સનોડીયા પોતાની કાર લઇને પોતાના પ્રોડકટ મેનેજર સુભોદિપભદ્ર S/O સુજીતભદ્ર રહે.કોલકતા (પશ્રિમ બંગાળ)નાઓના ગેસ્ટને હોટલ પર મુકી પરત આવેલા ત્યારે આ કામના આરોપી પ્રધ્ધુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલ રહે.છતડીયા રોડ રાજુલા વાળાએ આ કામના ફરીયાદિના મેનેજર સુભોદિપભદ્રનાઓ સાથે ગાડી સ્પીડથી ચલાવવા બાબતે બોલાચાલી કરેલી અને આ બાબતે ઝગડો કરી સુભોદિપભદ્રને છરી વડી ઇજા પોહચાડી તેમજ આ કામના અન્ય સાહેદ અંકિત સનોડીયા તથા સફુદરખાનને છરીથી ઇજા પોહચાડેલ જે ઇજાના કારણે સુભોદિપભદ્રનાઓનુ મોત નીપજાવેલ વિ.મતલબેની ફરીયાદ રાજુલા પો.સ્ટેમા દાખલ થયેલ જેની તપાસ ના.પો.અધિ.શ્રી.કે.જે.ચૌધરી ની સુચના તથા માર્ગદશન હેઠળ ચાલતી હોય આ ગુન્હાની તપાસના કામે આ કામનો આરોપી પ્રધ્ધુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલ રહે.રાજુલા છતડીયારોડ તા.રાજુલાને આજ-રોજ તા.-06/11/2020ના ક.13/00 વાગ્યે ધોરણસર અટક કરવામા આવેલ છે . આ ગુન્હાની તપાસના કામે FSL અધિકારીની મદદથી સાયોગીંક પુરાવાઓ એકઠા કરી ગુન્હો કરતી વખતે વપરાયેલ હથીયાર છરી કબ્જે કરવામા આવેલ છે.તેમજ આરોપીને સાથે રાખી રીકન્ટ્રકશન પંચનામુ કરવામા આવેલ છે.હાલ આરોપીની પુછપરછ કરી રીમાન્ડ મેળવવા માટેની તજવીજ ચાલુ છે.