પો.ઇન્સ.શ્રી આર.એમ.ઝાલાની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.એમ.ડી.ગોહીલ તેમજ ASI હિંમતભાઇ લખમણભાઇ રાઠોડ તથા UHC ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા વાવેરા રોડ ત્ત્વ જયોતિ પાસે ચાર ઇસમો પોતાના હવાલાની ભાર રીક્ષા નંબર ય્વ-03-છઠ-5850 માં જુના પુસ્તકો નીચે ચાર અલગ અલગ કોથળાઓમાં કોપર વાયર ભંગાર આશરે 80 કિલો રાખી મળી આવતા જેઓની પાસે પકડાયેલ કોપર વાયરનો ભંગાર પોતાના કબ્જામા રાખવા અંગે કોઇ આધાર પુરાવા નહી રાખી મળી આવેલ હોય જેથી કોપર વાયર ભંગાર કુલ આશરે 80 કિલો જેની કિ.રૂ.32,000/-તથા ભાર રીક્ષાની કિ.રૂ.70,000/-મળી કુલ કિ.રૂ.1,02,000/- નો મુદામાલ શક પડતી મિલ્કત તરીકે CRPCકલમ-102 મુજબ કબ્જે કરી મજકુર ચારેય ઇસમો (1)દર્શનભાઇ મુકેશભાઇ સોલંકી (2) કાળુભાઇ રવજીભાઇ બારૈયા (3) ધરમશીભાઇ સાદુળભાઇ શિયાળ તથા (4) મનિષભાઇ ભીખાભાઇ શિયાળ નાઓ શિયાળબેટ તા.જાફરાબાદ પાસેથી કબ્જે કરેલ છે.