રાજુલા શહેરમાં બાયપાસ રીવર ફ્રન્ટ બનાવવાની માંગ

રાજુલા ,
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા પંથક ઉધોગિક એકમોથી સૌવથી આગળ વધી રહ્યો છે વિકાસને લઈ લોકોમાં હજુ કસવાટ જોવા મળી રહ્યો છે રાજુલા 98 વિધાન સભામા 2022 વિધાન સભા ચૂંટણી બાદ લોકોની અપેક્ષા અને લાગણીઓ વધી છે કેમ કે રાજુલા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી અહીં એક પણ ફરવા લાયક સ્થળ નથી જેના કારણે રાજુલાવાસીઓ ને સૌવથી વધુ બાયપાસ વિસ્તાર પસંદ આવ્યો છે અહીં ધાતરવડી ડેમ 2 બાયપાસ રોડ કાંઠે અને પૌરાણિક કુંભનાથ સુખનાથ મંદિર આવેલ છે અને દેશ વિદેશમાં જતી પથરની ખાણ અને ડુંગરાળ વિસ્તાર હોવાને કારણે લોકો અહીં દિવસ ભર હરતા ફરતા હોય છે અને વહેલી સવારે અને સાંજના સમયે ભારે ભીડ જોવા મળે છે જેથી શહેરીજનોની માંગ ઉઠી છે અહીં બાયપાસ રોડ વિકસાવવાની જરૂર છે અને રીવર ફ્રન્ટ સહિત ફરવા લાયક સ્થળ જાહેર કરવાની જરૂર છે અહીં શહેરના વેપારીઓ સહિત મોટાભાગના લોકો પરિવાર સાથે સાંજના સમયે આવી રહ્યા છે કોઈ સુવિધા વ્યવસ્થા નહિ હોવા છતાં લોકો રોડ કાંઠે બાઇકોમાં અને નીચે બેસી સમય કાઢી રહ્યા છે તે શરમ જનક કહેવાય જેના કારણે હવે આ રોડ વિકસાવવાની જરૂર ઉભી થઇ છે રાજય સરકાર અને જીલા પ્રાશાસનના  સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સક્રિય થઈ આગળ આવે તેવો સુર ઉઠ્યો છે કેમ કે શહેરમાં આવેલ એક વર્ષો જૂનો બગીચો પણ પડતર હાલતમાં બંધ પડ્યો છે જેના કારણે એક પણ સ્થળ ફરવા લાયક સ્થળ નથી જેથી સૌવથી મોટી સમસ્યા ફરવા લાયક સ્થળની ઉભી થઇ છે.રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મનીષભાઈ વાળાએ જણાવ્યું મારી પાસે પણ લોકો રજૂઆતો કરે છે અહીં બાયપાસ નજીક સારો વિસ્તાર છે અહીં ફરવા લાયક સ્થળ બને તો શહેરને ઘણો ફાયદો થાય ભગવાન ભોળાનાથનું પૌરાણીક મંદિર છે સામે ધાતરવડી ડેમ આવેલો છે અહીં રીવર ફ્રન્ટ બનાવવાની જરૂર છે હાલમાં કોઈ સુવિધા ન હોવા છતા દરોજ લોકો જાય છે એટલે નગરપાલિકાએ હવે આગળ આવવાની જરૂર છે.રાજુલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ રવુભાઈ ખુમાણનો સંપર્ક કરતા કહ્યું આ વાત ધારાસભ્યના ધ્યાન ઉપર મૂકી છે અને ધારાસભ્ય દ્વારા રાજય સરકારમાં રજુઆત પણ કરી છે અને નગરપાલિકામા વિકાસના કામો અંગે નકશા પણ તૈયાર થયા છે અહીં આવતા સમયમા જ લોકો હરી ફરી શકે તે માટેની આખી યોજના તૈયાર થઈ રહી છે.