રાજુલા શહેરમાં માટીના માટલાઓની બજાર ખુલી

  • ગરીબોના ફ્રીજની ગરજ સારતા માટલાનો ક્રેઝ યથાવત
  • શહેરમાં અવનવા માટલાઓની આઠ દિવસથી ધુમ ખરીદી

રાજુલા,
ચોમાસુ સંપૂર્ણ હતા રાજુલા પંથકમાં ઉનાળાનો પ્રારંભ થયો હોવા હોવાથી માટીના માટલા ઓ આજે ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે રાજુલા પાસે ટાવર બાજુમાં માટીના માટલાઓ ની વેચાણની બજાર ભરાતી હોવાથી લોકો હવે માટલા ની ખરીદી તરફ વળી ગયા છે. હજી લોકોને એસી ચાલુ કરવું ન પડે તે માટે ત્યારથી માટલા ની ખરીદી કરવા માંડ્યા છે આ અંગે માટલા વેચનાર ભગવાનભાઈ ટાંકે જણાવ્યું કે છેલ્લા આઠ દિવસથી તૈયાર માટલાઓ થાન ચોટીલા બાજુથી આવે છે અને કલાત્મક ડિઝાઈન વાળા હોવાથી હવે શ્રીમંત લોકો ફ્રીજ હોવા છતાં આકર્ષિત માટે આ માટલા ની ની ડિઝાઇનો જોઈ ને શોખ માટે પણ માટલાઓ ખરીદ તા હોવાનું જણાવ્યું હતું આ માટલામાં 20 ટકા નફો મળે છે આમ આટલા 200થી અઢીસો સુધી વેચવામાં આવે છે આમ આટલા ડિઝાઈન તેમજ નળ હોવાથી પાણીનો પણ બગાડ થઇ શકતો નથી આમ ઉનાળો તડકો ગરમીનો પ્રારંભ થતાં હવે રાજુલા શહેરમાં પીવાના પાણી માટલા ખરીદતા જોવા મળે છે વળી માટલા વેચાણ વેપારી ભગવાનભાઈ ટાંકે જણાવ્યું કે હવે ઓરીજનલ માટીના કારીગરનો હોવાથી થાન વિસ્તારમાં જે માટી ઉદ્યોગ છે ત્યાંથી તૈયાર જ માટલા આ વિસ્તારમાં આવે છે પહેલા લોકો આ વિસ્તાર પ્રજાપતિ ના લોકો માં શાકડાથી માટીના વાસણો બનાવતા હતા તે સસ્તા હતા પરંતુ હવે બહારથી મંગાવી અને આ વિસ્તારમાં વે સતા હોવાથી ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધી જાય છે જેના કારણે માટલા મોંઘા હોવાથી પૂરતા પ્રમાણમાં ખરીદી લોકો કરતા નથી આમ હવે ઉનાળાના પ્રારંભે માટલા નું વેચાણ શરૂ થઇ ગયું છે.