રાજુલા શહેરમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ થી સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા

  • સ્થાનિક લોકો પરેશાન થયા
રાજુલા પંથક માં સતત 2 દિવસ થી છૂટો છવાયો વરસાદ વરસતો હતો પરંતુ આજે સવારે રાજુલા શહેર માં 1 કલાક મુશળધાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે 2 ઇંચ વરસાદ નોંધાયો હતો સાથે સાથે 2 ઇંચ જેટલા વરસાદ થી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે મોટાભાગ ના વિસ્તાર મા પાણી ભરાયા છે જેના થી રહીશો ભારે પરેશાન થયા અને કસવાટ ફેલાયો હતો જ્યારે સ્થિતિ એવી સર્જાય છે સમગ્ર શહેર ના મોટા ભાગ નો વિસ્તાર પાણી મા ફેરવાયો છે રાજુલા શહેર ના છતડિયા રોડ પર પાણી ભરાયા,બ્રાહ્મણ સોસાયટી મા પાણી ભરાયા, ગોકુળ નગર, શ્રીજી નગર, ધારનાથ સોસાયટી, સૂર્યા બગ્લોજ વિવિધ નીચાણ વાળા વિસ્તાર મા વધુ પાણી ભરાયા હતા સાથે કેટલાક વિસ્તાર માં ગટર ના પાણી પણ ઉભરાતા ગંદકી જેવુ સામ્રાજ્ય સર્જાયુ છે જેથી શહેરીજનો ભારે અકળાયા હતા.