રાજુલા,
અમરેલી જિલ્લામાં 2022 વિધાન સભા ચૂંટણી બાદ મોટાભાગની વિધાન સભા વિસ્તારમાં ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આવતી 22 તારીખ રાજુલા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિકના પ્રશ્નો અને વાહન ચાલકો રાહદારીઓ દબાણકારોથી પરેશાન હોવાને કારણે નગરપાલિકા દ્વારા ડીમોલેશન કરવામાં આવશે આ ડીમોલેશન પહેલા કેબીનધારકો છાપરા ધારકો રોડ ઉપર દબાણકારો સહિતને અગાવ નોટિસો પણ ફટકારી જાણ કરી દેવાય છે ઉપરાંત રાજુલા શહેરમાં જાફરાબાદ રોડ,ભેરાઇ રોડ, છતડીયા રોડ મહુવા રોડ મુખ્ય બજારો સહિત વિવિધ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે જેમાં ચીફ ઓફિસ બોરડ પ્રાંત અધિકારી કુલદીપ સિંહ વાળા મામલતદાર યાદવ સહિત ડીવાયએસપી હરેશ વોરા સહિત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ કરનારા કેબીનો ઉપર બુલડોઝર ફેરવામાં આવશે22 તારીખ પહેલા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે.કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજી રાજુલા શહેરમાં ડી.વાય.એસ.પી.હરેશ વોરા દ્વારા આસપાસની પોલીસ અને હેડક્વાર્ટર સહિત વિસ્તાર માંથી બોલાવેલી પોલીસ ફોર્ચ સાથે મુખ્ય બજારોમાં ફ્લેગ માર્ચ યોજી શહેરમાં પોલીસએ ડીમોલેશન પહેલા કાયદો વ્યવસ્થાની સ્થિતિ કંટ્રોલમાં રહે તે માટે પોલીસ જવાનો સાથે ફ્લેગ માર્ચ યોજતા શહેરના અસમાજિકતત્વોમાં ફફડાટ ફેલાયો હતો અત્રે ઉલ્લેખની છે કે અગાઉ દસ વર્ષ પહેલાં ડિમોલેશન થયું હતું ત્યારે અત્યારના ડીવાયએસપી હરેશ વોરા ત્યારે રાજુલા પીઆઇ હતા ત્યારે ડિમોલેશન થયું હતું જેથી તેમને તમામ મુખ્ય બજારો સતડીયા રોડ મહુવા રોડ જાફરાબાદ રોડ તમામ જોયેલા હોવાથી ફરી 22 તારીખે દબાણ હટાવવામાં આવશે અને કેબિન ધારકોને પાલિકાના ચીફ ઓફિસરે નોટિસ પણ ફટકારી દીધી છેઅમરેલી જિલ્લામાં મોટાભાગે વિધાન સભા બેઠકો ઉપર દબાણ દૂર કર્યાઅમરેલી શહેર,સાવરકુંડલા શહેર,ધારી શહેર હવે રાજુલા શહેરમાં 22 તારીખ ડીમોલેશન યોજાશે સૌવથી મોટું સાવરકુંડલા શહેરમાં મેગા ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.