રાજુલા શાખા દ્વારા આત્મનિર્ભર યોજના હેઠળ 1 લાખનો ચેક અપાયો

  • કેશવ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી

રાજુલા,
લોકડાઉનમાં વેપારીઓ તથા શ્રમિકો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા હોય તેથી વડાપ્રધાન તથા મુખ્યમંત્રી દ્વારા આત્મનિર્ભર યોજના હેઠળ લોન દેવાનું જાહેર કરેલું હતું. જેમાં રાજુલા માં આવેલ કેશવ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ની શાખા એ પણ લોન ના ફોર્મ વિતરણ કરેલા હતા. જેમાં સૌરાષ્ટ્રની જુદી-જુદી 22 શાખામાંથી રાજુલા ની શાખા દ્વારા પણ લોનધારક જાલંધરા નિલેશભાઈ નરસિંહભાઇને રૂપિયા 1 લાખની આત્મનિર્ભર લોન નો ચેક આજરોજ રાજુલાના આ. કલેકટર શ્રી કે.એસ. ડાભી શાખા સંયોજક વસંતભાઈ સોરઠીયા સહ સંયોજક જગદીશભાઈ વાળા કિશોરભાઈ વરૂ તથા શાખાના મેનેજર મહેશભાઈ મજેઠીયા દ્વારા અર્પણ કરવામાં આવ્યો.