રાજુલા સીટી સર્વે કચેરીમાં અધિકારી કાયમી મુકાય અથવા પૂર્ણ સમય ફાળવે તેવી માંગણી

રાજુલા,
રાજુલા શહેરમાં અસંખ્ય સિટીસર્વે માટેના અરજદારો હોય છે પણ અનિયમિતતા ના લીધે અરજદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છેજાણવા મળતી વિગત મુજબ રાજુલા સીટી સર્વે ઓફિસમાં હાલ અધિકારી ચાર્જમાં છે આથી અઠવાડિયા દરમિયાન પૂર્ણ સમય અહીં આવતા નથી વળી જાહેર રાજાઓ આવે ત્યારે અહીં વારો રાજુલાનો હોય જેથી અરજદારોને ધર્મના ધક્કાઓ થાય છે અવારનવાર રજૂઆતો કરવા છતા કોઈ કાર્યવાહી થતી નથી પરિણામે અરાજદારોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. તાકીદે કાયમી અધિકારી મુકાય અથવા જેની પાસે ચાર્જ છે તે પૂર્ણ સમય ફાળવે તેવી રજુઆત ઉઠવા પામી