અમરેલી, રાજુલા સુર્યા કોમ્પલેક્ષમાં પ્રથમ માળે આવેલ રજવાડી કલેકશન રાજપુતી પરીધાન એન્ડ સાફા હાઉસ નામની દુકાનમાં તા.7/7ના સવારના આઠ વાગ્યા પછી કોઇપણ સમયે કોઇપણ કારણોસર આગ લાગવાના કારણે દુકાનમાં રાખેલ શેરવાની પાંચ જોડ રૂા.17,500, હંટીંગ કપડા જેમાં પેન્ટ તથા શર્ટ 20 નંગ રૂા.20,000 , જોધપુરી કોટ 15 નંગ રૂા.30,000, કુર્તા પાયજામા 5 જોડ રૂા.3000, કોટન સાફા 50 નંગ રૂા.15,000, સોનાસરી સાફા 20 નંગ રૂા.14,000, મોજડી 20 જોડી રૂા.800 0 તેમજ શેરવાની બેલ્ટ 30 નંગ રૂા.18,0 00 તેમજ દુકાનમાં બનાવેલ ફર્નિચર મળી કુલ રૂા.1,40,500 નું નુકસાન થયાનું શિવરાજભાઇ રામકુભાઇ ખુમાણે રાજુલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.