રાજુલા હત્યાકેસ : આરોપી યશ બાબરીયાએ કુટુંબી બહેન એવી સગીરાને મારી નાખવાની ધમકી આપી હતી

અમરેલી, રાજુલા તાલુકાના જુની માંડરડી ગામે એક સગીરાના ઘર પાસે તેના જ ગામનો તેનો કુટુંબી ભાઇ યશ નાગજીભાઇ બાબરીયા બે દિવસ પહેલા આંટાફેરા મારતો હોય અને તેમની સગીરવયની દિકરી સામુ જોતુ હોય જેથી સગીરાની માતાએ યશને ઠપકો આપતા ગાળો આપેલ હતી.આ ઉપરાંત આરોપી યશે અને બે મહિના પહેલા સગીરાના ભાઇને જણાવેલ કે હું તારી બહેનનું ખુન કરી નાખવાનો છુ તેવી ધમકી આપેલ અને તા.5/1 ના બપોરના આ સગીરાને યશ નાગજીભાઇ બાબરીયાએ જુની માંડરડી ગામની રાવળીયા-ધાતરવડી નદીમાં બોલાવી મોંઢા તથા માથાના ભાગે બોથડ વસ્તુના ઉપરાઉપરી ઘા મારી મોત નિપજાવ્યાની તથા તેણી સાથે દુષ્કર્મ કરાયું હોવાની શંકા પણ વ્યકત કરી રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ બનાવની તપાસ પી.આઇ.એ.એમ.દેસાઇ ચલાવતા આરોપી યશ નાગજીભાઇ બાબરીયા રહે. જુની માંડરડી, તા.રાજુલાને ઝડપી લઇ વધુ તપાસ અર્થે કોર્ટમાં રજુ કરી રીમાંડની માંગણી કરવામાં આવશે.