રાજુ શેખવા સામે હત્યાની અનામી અરજીથી ખળભળાટ : એસપીએ સીટની રચના કરી

  • એસપીશ્રી નિર્લિપ્ત રાયે અનામી અરજીની ગંભીરતાથી તપાસ શરૂ કરાવી
  • અમરેલીમાં નવા આઇપીએસ અધિકારી શ્રી અભય સોનીએ ચાર્જ સંભાળતા જ તેમની અધ્યક્ષતામાં પાંચ અધિકારીઓની ટીમ બનાવતા શ્રી નિર્લિપ્ત રાય

અમરેલી,
અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયએ તેમની સમક્ષ આવેલી એક અનામી અરજીના આધારે નવા નિમાયેલા અમરેલી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અભય સોનીને મુખ્ય તપાસ અધિકારી તરીકે નીમી અને પાંચ અધિકારીઓની એસઆઇટીની રચના કરી આ અરજીની તપાસ શરૂ કરાવી હોવાનું જાણવા મળેલ છે.
જાણવા મળતી માહિતી અનુસાર કોઇ અનામી અરજદારે તા.14-9 ના અરજી કરી હતી કે રાજુ શેખવાએ સરંભડાના એક યુવાનની હત્યા કરી નાખી હોવાની વિગતો જણાવી હતી જે અરજીના અનુસંધાને એસપીશ્રી નિર્લિપ્ત રાયએ મુખ્ય તપાસ અધિકારી તરીકે શ્રી અભય સોની મદદનીશ પોલીસ અધિક્ષક અમરેલી તથા સહાયક તપાસ અધિકારી તરીકે એલસીબીના શ્રી કરમટા, એસઓજીના શ્રી મોરી, ધારીના શ્રી વાઘેલા અને ચલાલાના શ્રી લક્કડની નિમણુંક કરી તેમને તુરંત તપાસ કાર્યવાહી કરી બનાવ સ્થળ, લાગુ તમામ જગ્યાએથી સાયન્ટીફીક સાઇન્ટીક પુરાવાઓ એકત્રીત કરી સ્ટેટસ રિપોર્ટ મોકલી આપવા હુકમ કર્યો હતો.