રાજ્યનાં આરોગ્ય કમિશ્નર શ્રી જયપ્રકાશ શિવહરે આજે અમરેલીમાં

  • ગુજરાત રાજ્યમાં જેની મહેનતથી કોરોનાનાં કેસ અત્યાર સુધી કાબુમાં રહયા છે તેવા સતત 20 કલાક કામ કરતા
  • મોડા સારવારમાં આવવાના કારણે મૃત્યું દરનો ગ્રાફ ઉંચો જાય છે તે આરોગ્ય તંત્રની સામે મોટો પડકાર : અમરેલીમાં ટેસ્ટ માટે લોકોને બહાર લાવવા એકશન પ્લાન જરૂરી
  • રાજ્યના આરોગ્ય કમિશ્નર શ્રી શિવહરે મંગળવારે ભાવનગરમાં : આજે અમરેલી આવી અને આરોગ્ય તંત્રની કામગીરીની સમીક્ષા કરશે : આરોગ્ય તંત્રને માર્ગદર્શન આપશે

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાની સ્થિતી વચ્ચે આજ સુધી રાજ્યમાંથી કોઇ ઉચ્ચ અધિકારીએ અમરેલીની મુલાકાત લીધી નથી જેના કારણે રાજ્યમાં કોરોના ઉપર કાબુ મેળવવામાં સરકાર સફળ થઇ છે તેવા સતત 20 કલાક સુધી કામ કરનારા અને દરેકને સાંભળી વ્યવહારૂ ઉકેલ લાવનાર રાજ્યનાં બાહોશ આરોગ્ય કમિશ્નર શ્રી જયપ્રકાશ શિવહરે આજે અમરેલીમાં આવી રહયા હોવાનું જાણવા મળેલ છે.
અમરેલી જિલ્લામાં કોરોનાનાં દર્દીઓના મોડા સારવારમાં આવવાના કારણે મૃત્યું દરનો ગ્રાફ ઉચો જાય છે તે આરોગ્ય તંત્રની સામે મોટો પડકાર છે તેવા સમયે અમરેલીમાં ટેસ્ટ માટે લોકોને બહાર લાવવા એકશન પ્લાન જરૂરી બન્યો છે. અને રાજ્યના આરોગ્ય કમિશ્નર શ્રી જયપ્રકાશ શિવહરે મંગળવારે ભાવનગરમાં હોય આજે તે અમરેલી આવી અને આરોગ્ય તંત્રની કામગીરીની સમીક્ષા કરી આરોગ્ય તંત્રને માર્ગદર્શન આપનાર હોવાનું અને તેમના માર્ગદર્શનનો વધુ લાભ અમરેલી જિલ્લાને મળે તેવી આશા પણ જન્મી છે અને તે અમરેલીની કોવિડ હોસ્પિટલોની પણ મુલાકાત લઇ ચકાસણી કરનાર હોવાનું જાણવા મળેલ છે.