રાજ્યનાં ગામડાંમાં તીવ્ર ગતિએ આગળ વધતું કોરોનાનું સંક્રમણ ચિંતાજનક

ગુજરાતમાં કોરોનાનો કહેર તીવ્ર ગતિએ વધી રહૃાો છે, કોરોનાની બીજી લહેરમાં શહેરો કરતાં ગામડાંમાં કેસો વધી રહૃાા છે, એ જોતાં હવે કોરોનાએ માત્ર ચોક્કસ શહેરો જ નહીં, આખા ગુજરાતમાં ભરડો લીધો છે અને દિવસે ને દિવસે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે..માત્ર એપ્રિલના ૧૧ દિવસમાં જ મહાનગરો કરતાં જિલ્લાઓમાં કેસો ડબલ ગતિએ વધ્યા છે, જેમાં જિલ્લાઓમાં ૨૧૪ ટકા કેસ નોંધાયા છે, જેની સામે શહેરોમાં ૧૦૪ ટકા કેસ થયા છે.

કોરોનાના કહેરના આંકડા પણ ગંભીર બની રહૃાા છે, જેમાં એપ્રિલના ૧૧ જ દિવસમાં રોજેરોજના કેસોમાં ૧૭૪ ટકાનો વધારો રહૃાો છે. ઝોનવાઇઝ કોરોનાના કેસોનો ગ્રોથ જોવામાં આવે તો સૌથી વધુ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ એટલે કે ગામડાંમાં ૧૧ દિવસમાં ૬૨માંથી સીધા ૩૬૫ કેસોનો વધારો થયો છે, આ જ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ૩૧ માર્ચે ૧૬૨ કેસ હતા, જે વધીને ૪૬૧ સુધી પહોંચી ગયા છે, મધ્ય ગુજરાતમાં ૧૬૭ કેસથી વધીને ૪૨૯ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૬૭ કેસ વધીને ૫૧૩ થાય છે. આમ, છેલ્લા ૧૧ દિવસોમાં તો કોરોનાએ ગુજરાતનાં ગામડાંમાં ખૂબ ઝડપથી પગપેસારો કર્યો છે, એપ્રિલના કેસોની ટકાવારી મુજબ, ૩૩ જિલ્લામાં ૨૧૪ ટકા અને ૮ શહેરોમાં ૧૦૪ ટકા વધ્યા છે.

શહેરોની સાથે જે રીતે ગામડાંમાં કોરોનાની ગતિ વધી રહી છે. એ જોતાં કોરોનાની લહેર ખતરનાક સાબિત થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં નવા કેસોની વિગતો જોઈએ તો મહેસાણામાં ૧૪૩, પાટણમાં ૧૦૪, બનાસકાંઠામાં ૯૪, સાબરકાંઠામાં ૨૪ અને અરવલ્લીમાં ૧૭૧ મળી કુલ ૫૩૬ કેસ નોંધાયા છે. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણામાં ૫૯, કડીમાં ૫૦, વીસનગરમાં ૨૦, વિજાપુરમાં ૭, વડનગર-સતલાસણામાં ૨-૨, ઊંઝા-બહુચરાજી-જોટાણામાં ૧-૧ કેસ નોંધાયા છે.

મહેસાણા જિલ્લામાં રવિવારે લેવાયેલા ૭૩૨ સેમ્પલો પૈકી ૧૪૩ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, એટલે કે સેમ્પલ સામે પોઝિટિવ રેશિયો ૧૯.૫૩ ટકાનો રહૃાો હતો, જ્યારે મહેસાણા શહેરમાં સોમવારે કરાયેલા રેપિડ ટેસ્ટમાં ૪૦૯માંથી ૧૨૮ને પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. તો મહેસાણા અને વીસનગરમાં ૬ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓની કોવિડ ગાઇડલાઇન્સ મુજબ અંતિમવિધિ કરાઇ હતી. જોકે આરોગ્ય વિભાગના ચોપડે કોરાનાથી એકપણ મોત બતાવાયું નથી. સોમવારે ૭૩૯૪ લોકોને કોવિડ રસી અપાતાં કુલ રસીકરણનો આંકડો ૩,૩૯,૨૨૧ થયો છે.

અરવલ્લી જિલ્લામાં જુદા જુદા સામૂહિક આરોગ્ય કેન્દ્રને પીએસસી દ્વારા ૫૮૦ ઉપરાંત લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં એક જ દિવસમાં જિલ્લામાં ૧૭૧ કરતાં વધુ લોકોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં હડકંપ મચી ગયો હતો. જિલ્લાના આરોગ્ય વિભાગના સેન્ટર પર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર દિન-પ્રતિદિન કોરોનાના દર્દીઓ ધરખમ વધારો નોંધાતાં આરોગ્ય વિભાગ દૃોડતો થઈ ગયો હતો. ઉત્તર ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના કેસમાં સતત વધારો થતો જ રહે છે. રેપિડ અને આરટીપીસીઆઆર ટેસ્ટમાં વધારો કરાતાં કેસમાં વધારો નોંધાઈ રહૃાો છે. બાયડમાં શંકાસ્પદ એક મોત નોંધાયું હતું.

તંત્ર દ્વારા હાલમાં ૪૫ વર્ષથી વધુ વય ધરાવતી વ્યક્તિઓને વેક્સિન અપાઇ રહૃાુ છે પરંતુ નવી લહેરમાં સાબરકાંઠામાં ૪૨ દિવસમાં સંક્રમિત થયેલી વ્યક્તિઓમાં ૬૫.૦૬ ટકા દર્દી ૪૫ વર્ષથી નીચેના છે. વાયરસની ક્રોનોલોજી જોતાં આવનાર સાઇકલ માટે લોકોને મૃત્યુથી સુરક્ષિત કરવા હોય તો ૪૫ વર્ષથી નીચેની વ્યક્તિઓને પણ વેક્સિન આપવાનું ચાલુ કરી દેવું જરૂરી બની રહૃાું છે. સાબરકાંઠા જિલ્લામાં કોરોના નવી લહેરના ૪૨ દિવસમાં તંત્રએ જાહેર કરેલા આંકડાની વિગત જોતાં કુલ ૫૪૧ સંક્રમિત વ્યક્તિ પૈકી ૩૫૨ દર્દી ૦૫થી ૪૫ વર્ષની છે. માર્ચમાં શરૂ થયેલી નવી લહેરમાં ૬૫.૦૬ ટકા દર્દી યુવા છે. આ વયજૂથના લોકો શાળા – કોલેજ, ધંધા રોજગાર, પ્રવાસ અર્થે બહાર અવરજવર વધુ કરતા હોવાથી આ વખતની સાઇકલ યુવા વર્ગને વધુ સંક્રમિત કરી રહી છે.