રાજ્યના એસટીનીગમ દ્વારા દોડાવાતી પ્રીમીયમ વોલ્વો બસો ખોટના ખાડામાં

અમરેલી, એસ.ટી.નિગમ દ્વારા મુસાફરો ને સારા માં સારી સુવિધા મળી રહે તે માટે ઇન્ટરનેશલ કક્ષાના અને તમામ પ્રકારની સુવિધાઓ મુસાફરો ને મળી રહે તે માટે આધ્ાુનિક બસ સ્ટેશન બનાવવામાં આવી રહયા છે સાથો સાથ મુસાફરો આરામ દાયક મુસાફરી કરી શકે તેમાટે આધ્ાુનિક પ્રીમીયમ વોલ્વો બસ છેલ્લા દોઢ વર્ષ થી દોડાવવામાં આવી રહી છે.જે પેટે નિગમ દ્વારા એક કિલોમીટર ના રૂ.47 ચુકવ વામાં આવી રહયા છે. જેની સામે અન્ય બસો નો ખર્ચ અડધોઅડધ આવી રહયો છે.બે વર્ષ થી દોડતી વોલ્વો બસની દૈનીક ખોટ રૂ.1.કરોડની આસપાસ થાય છે.આમ અત્યાર સુધીમાં આ ખોટ રૂ.150 કરોડ આંબી જવા પામી છે.
અતરે ઉલેખનીય છે કે અમરેલી જીલ્લાાના મોટા ભાગના વેપારીઓ સુરત તેમજ મુંબઇ સાથે સંકળાયેલા હોવા છતા પણ વોલ્વો બસ દોડાવવામાં આવતી નથી.
આ અંગેની પ્રાપત વિગતો મુજબ એસ.ટી.નિગમ દ્વારા મુસાફરો આર્કષાય ત ેમાટે છેલ્લા દોઢ બે વર્ષથી પ્રિમીયમ વોલ્વો બસ અમદાવાદ થી રાજયના મુખ્ય શહેરો તેમજ નજીકમાં આવેલા રાજયોના મુખ્ય શહેરો જોડી દેવા માટે આ બસો દોડાવામાં આવી રહી છે.
જે પેટે એક કિલોમીટર ના રૂ.47 ચુકવામાં આવી રહયા છે.પંરતુ બસમાં ગણીયા ગાંઠીયા મુસાફરી કરતા હોવાના કારણે ટેકસની રકમ પણ નીકળતી નહોવાના કારણે ધોળા હાથી સમાન છે.આ વોલ્વો બસ દૈનિક એક કરોડની આસપાસ ખોટના ખાડામાં દોડા વવામાં આવી રહી છે.અને અત્યાર સુધીમાં આ ખોટ નો ખાડો 150 કરોડ ને આંબી ગયો છે. આ વોલ્વો બસ એક લિટર ડીઝલમાં બે થી ત્રણ કિલોમીટર ની એવરેજ આપે છે.જેની સામે સાદી બસો એક લિટર ડીઝલમાં પાંચ થી છ કિલોમીટર ની એવરેજ આપે છે.જયારે મીની બસો એક લીટર ડીઝલમાં સાત થી આઠ કિલોમીટર ની એવરેજ આપતી હોય આ વોલ્વો બસના બદલે મીની બસો વધા રે માં વધારે દોડાવા માં આવે તો એસ.ટી.નિગમ સારો યેવો ફાઇદો થઇ શકે તેમ છે.આમ સાદી બસ જે દોડાવામાં આવી રહી છે.તેમાં જે ખર્ચ એક બસનો વોલ્વો બસ કરતા અડધો અડધો અડધ થઇ રહયો છે.એસ.ટી.નિગમ કર્મચારીઓને સમય સર એલાઉન્સના નાણા પણ સમય સર નિગમ દ્વારા ચુકવામાં આવતા નથી.