રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિૃવસમાં ભારે વરસાદૃની આગાહી

ગાંધીનગર,
ગુજરાતમાં આગામી ૨ દિવસ હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આગામી ૨ દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે, અમદાવાદ, આણંદ, અરવલ્લી,દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ વર્ષે મેઘરાજા દેશના લગભગ દરેક રાજ્યોમાં મન મૂકી વરસ્યા છે. કેટલાક રાજ્યોમાં તો ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતમાં પણ મેઘરાજાની ભરપૂર મહેર જોવા મળી. જોકે હવે ગુજરાતના કેટલાક ભાગમાં નૈઋત્યના ચોમાસાની વિદૃાયની હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. પરંતુ આ દરમિયાન હવામાન વિભાગે આગામી ૨ દિવસ કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી પણ કરી છે.
દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમની અસરથી ઉત્તર ગુજરાતના મહેસણા, પાટણ, બનાસકાંઠા સહીત વિસ્તારમાં વધુ અસર જોવા મળશે. અમદાવાદ, વડોદરા સહીત મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેશે.
હાલમાં રાજ્યમાથી ચોમાસુ વિદાય લઇ રહૃાું છે પરંતુ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર કાયમ છે. રાજ્યના ગણા વિસ્તારોમાં હજૂ પણ વરસાદી ઝાપટા પડી રહૃાા છે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ૨ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.