રાજ્યના ભીષ્મપિતામહ ગણાતા કેશુભાઇ પટેલની રાજકીય સફર

  • ૧૯૭૭ની લોકસભા ચૂંટણી જીતી રાજકીય કારકિર્દૃી શરૂ કરી

સૌરાષ્ટ્રમાં ૨૪મી જુલાઇ ૧૯૨૮માં જન્મેલા કેશુભાઇ પટેલ પહેલીવાર ૧૪મી માર્ચ ૧૯૯૫માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ તેમને પાંચ વર્ષની જગ્યાએ માત્ર ૨૦મી ઓક્ટોબર ૧૯૯૫ સુધી રાજ કરવાનો સમય મળ્યો હતો. પાર્ટીના અસંતુષ્ટ નેતાઓએ તેમની સત્તા છીનવી લીધી અને કેશુભાઇએ પહેલીવાર સુરેશ મહેતા માટે ગાદી ખાલી કરી આપી હતી.
કેશુભાઇ પટેલ વિધાનસભામાં સતત ૬ વખત, એક વખત લોકસભામાં તેમજ એક વખત રાજ્યસભામાં ચૂંટાઇ આવેલા છે. હાલ તેઓ સોમનાથ ટ્રસ્ટમા ચેરમેન તરીકેની ફરજો બજાવે છે. કેશુભાઇએ ભાજપ સાથે નાતો તોડીને ૨૦૧૨માં ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી હતી, પરંતુ તેમાં સફળતા ન મળતાં તેઓએ આખરે ભાજપમાં વાપસી કરી હતી. કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. માત્ર એટલું નહીં તેમણે અમદાવાદના ડોન લતિફના તેના હોમગ્રાઉન્ડ એવી પોપટીયાવાડમાં જઈ પડકાર્યો હતો. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રી પદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો છે. વર્ષ ૧૯૪૩માં નિર્માણ પામેલા મચ્છુ ૧ ડેમના ચણતરકામ દરમિયાન માત્ર ૧૫ વર્ષીય કેશુભાઇ પટેલ ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા. જ્યારે અંગત જીવનમાં પણ તેઓને આઘાત પચાવી ગયા છે. પહેલા પત્ની અને છેલ્લા ત્રણ વર્ષમાં બે દીકરા પણ ગુમાવ્યા છે.
તેઓ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. ૨ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ તેમણે મુખ્યમંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. સત્તાનો દૂરઉપયોગ, ભષ્ટાચાર, ખરાબ વહિવટ તેમજ ઉપ-ચૂંટણીઓમાં પક્ષની હાર તેમજ ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં રાહતના નાણાંનો દૂરઉપયોગ જેવા કારણોને લીધે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવ્યા. ૨૦૦૨ની ચૂંટણીઓમાં કેશુભાઇએ ઉમેદવારી ન કરી. ૨૦૦૨માં તેઓ રાજ્ય સભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. ૨૦૦૭ના રાજ્યચૂંટણી સમયે તેમણે તેમના જુથને પોતાના માટે મત આપવાની અરજી કરી હતી. પરંતુ આશ્ર્ચયજનક રીતે નરેન્દ્ર મોદી સરળતાથી ચૂંટણીમાં જીત્યા. ૪ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે ગુજરાત પરિવર્તન પાર્ટી નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું. જાન્યુઆરી ૨૦૧૪માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને ત્યાર પછી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ખરાબ તબિયતને કારણે ગુજરાત વિધાન સભાના સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું. ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ થયું.
કેશુભાઈ પટેલ ૧૯૪૫માં ૧૭ની વયે રાષ્ટ્રીય સ્વયસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા હતા. ત્યાર બાદ વર્ષ ૧૯૬૦માં તેઓ જનસંઘમાં કાર્યકર તરીકે જોડાઈને રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. તેમજ કટોકટી કાળ દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો. કેશુભાઈ ૧૯૭૭માં રાજકોટથી લોકસભા ચૂંટણી લડ્યાં.ત્યાર બાદ તેમણે ૧૯૭૮થી ૧૯૮૦ દરમિયાન બાબુભાઈ પટેલની જનતા મોરચાની સરકારમાં કૃષિમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. વર્ષ ૧૯૭૮થી ૧૯૯૫ દરમ્યાન બાપા કાલાવડ, ગોંડલ અને વિસાવદર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. આ દરમિયાન વર્ષ ૧૯૮૦માં જનસંઘનું વિલીનીકરણ થતા તેઓ નવી બનેલી બીજેપીમાં વરિષ્ઠ આયોજકની ભૂમિકામાં ઉભરી આવ્યા. કેશુભાઈએ કોંગ્રેસ સામે ચૂંટણી પ્રચારની જવાબદારી લીધી અને પરિણામે ૧૯૯૫માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને શાનદાર જીત અપાવી.
કેશુભાઈ માર્ચ-૧૯૯૫માં ગુજરાતનાં ૧૦માં મુખ્યમંત્રી બન્યા. પરંતુ કેશુભાઈનાં તે સમયના સાથી અને પૂર્વ મુખ્યમંત્રી શંકરિંસહ વાઘેલાએ બળવો કરતા કેશુભાઈએ ૮ મહિનામાં રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યાર બાદ ૧૯૯૮માં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને તેઓ મુખ્યમંત્રી બન્યા.

૨૦૦૨માં તેઓ વિધાનસભા ચૂંટણી ન લડ્યાં અને રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા. ત્યાર બાદ ભાજપમાંથી રાજીનામુ આપી કેશુભાઈએ ઓગસ્ટ ૨૦૧૨માં ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી અને ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં તેઓએ વિસાવદર બેઠક પરથી જીત મેળવી. જો કે માત્ર બે વર્ષના સમયગાળામાં તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું. ત્યાર બાદ વર્ષ ૨૦૧૪ની શરૂઆતમા જ GPP ના અધ્યક્ષ પદેથી પણ રાજીનામું આપી રાજકીય સંન્યાસ લીધો. જોકે હાલ તેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહૃાા છે.
કેશુભાઈ પટેલની રાજકીય કારર્કિદી:
* વિસાવદરમાં જન્મેલા કેશુભાઈ પટેલ વર્ષ ૧૯૪૫માં રાષ્ટ્રીય સ્વયસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા.
* કટોકટી દરમ્યાન કેશુભાઈએ જેલવાસ પણ ભોગવ્યો.
* ત્યાર બાદ વર્ષ ૧૯૬૦માં તેઓ જન સંઘમાં કાર્યકર્તા તરીકે જોડાયા, તેઓ જનસંઘના સ્થાપક સભ્ય પણ હતા.
* કટોકટી બાદ જનસંઘ અને કોંગ્રેસના ગઠબંધનવાળી સરકાર બની અને કેશુભાઈ ૧૯૭૭માં રાજકોટથી લોકસભા ચૂંટણી લડ્યાં.
* જો કે બાદમાં આ પદેથી રાજીનામુ આપી તેઓ બાબુભાઈ પટેલની જનતા મોરચાની સરકારમાં વર્ષ ૧૯૭૮-૧૯૮૦ના સમયગાળામાં કૃષિમંત્રી રહૃાાં.
* વર્ષ ૧૯૭૮થી ૧૯૯૫ દરમ્યાન તેઓ કાલાવડ, ગોંડલ અને વિસાવદર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા.
* આ વચ્ચે વર્ષ ૧૯૮૦માં જન સંઘનું વિલીનીકરણ થતા તેઓ નવી બનેલી ભારતીય જનતા પાર્ટીમાં વરિષ્ઠ આયોજકની ભૂમિકામાં ઉભરી આવ્યા.
* કેશુભાઈએ નેશનલ કોંગ્રેસ સામે ચૂંટણી પ્રચારની જવાબદારી લીધી અને જેના પરિણામે ૧૯૯૫માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીત મળી.
* કેશુભાઈ માર્ચ-૧૯૯૫માં ગુજરાતનાં ૧૦માં મુખ્યપ્રધાન બન્યા, જો કે આઠ મહિનામાં તેઓને રાજીનામુ આપવુ પડ્યું.
* ત્યાર બાદ ૧૯૯૮માં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને કેશુભાઈ ઓક્ટોબર ૨૦૦૧ સુધી મુખ્યપ્રધાન રહૃાાં.
* ૨૦૦૨માં તેઓ વિધાનસભા ચૂંટણી ન લડ્યાં અને રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા.
* ત્યાર બાદ ભાજપમાંથી રાજીનામુ આપી કેશુભાઈએ ઓગસ્ટ ૨૦૧૨માં ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી.
* ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં તેઓએ વિસાવદર બેઠક પરથી જીત મેળવી.
* જો કે માત્ર બે વર્ષના સમયગાળામાં તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ હતું.
* વર્ષ ૨૦૧૪ની શરૂઆતમા જ જીપીપીના અધ્યક્ષ પદેથી પણ રાજીનામુ આપી રાજકારણને અલવીદા કર્યું.

ભાજપએ પહેલીવાર સત્તાનો સ્વાદ કેશુભાઈના નેતૃત્વમાં ચાખ્યો
૧૯૯૦માં ભાજપે ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી. ચીમનભાઈના પક્ષને ભાજપ કરતાં માત્ર ૩ જ બેઠકો વધારે મળતાં તેઓ મુખ્યમંત્રી બન્યા અને કેશુભાઈ પટેલ ભાજપ-જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર-૨ બન્યા હતા. પરંતુ ભાજપે ૧૯૯૫ની ચૂંટણીઓમાં કોઈ પક્ષ સાથે બેઠકોની સમજૂતી કરી નહીં અને કેશુભાઈના નેતૃત્વમાં એકલે હાથે ભાજપને ૧૨૧ બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી.