રાજ્યના વિવિધ વિસ્તારોમાં સવારે ધુમ્મસનું રાજ, વાહનચાલકોને મુશ્કેલી

ગુજરાત રાજ્યના વિવિધ જીલ્લાઓમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. અને સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસ જોવા મળ્યુ. ધુમ્મસનુ પ્રમાણે વધુ હોવાથી વાહનચાલકો પરેશાન થયા હતા. વિઝીબિલિટી ઘટતા પાંચ ફૂટના અંતરે પણ જોવુ મુશ્કેલ બન્યુ હતુ. ધુમ્મસને કારણે શાકભાજીના પાકને નુકસાનની ભીતિને કારણે ખેડુતોમાં ચિંતા વ્યાપી હતી. સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે.

મોડી રાતથી સુરતમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલુ છે. સમગ્ર સુરત શહેરમાં ધુમ્મસભર્યા વાતાવરણના પગલે વાહનચાલકોને મુશ્કેલી પડી. દૃૂર સુધી ધુમ્મસ છવાયું વાતાવરણ રહેતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી હતી. તો મધ્ય ગુજરાતના મહીસાગર જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  જિલ્લામાં વહેલી સવારથી ગાઢ ધૂમમ્સ છવાયેલુ જોવા મળ્યુ.  ધૂમ્મસના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી. સવારે પણ વાહન ચાલકો હેડલાઈટ ચાલુ કરી વાહન ચલાવવા મજબુર બન્યા.

ધુમ્મસ એટલું ગાઢ હતુ ૧૦ ફૂટ સામે દૃેખવામાં પણ તકલીફ પડતી હતી. આણંદના તારાપુર સહિત ભાલ પંથકમાં પણ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યુ વહેલી સવારથી જ ધુમ્મસના કારણે હાઈવે પર જતા વાહનો રોકવા પડ્યા હતા. વિઝિબિલિટી ઘણી જ ઘટી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધુમ્મસને કારણે વિસ્તારમા થતાં ઘઉંના પાકને  ફાયદો થશે. જો કે તમાકુ.. રાયડો જેવા પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.