રાજ્યના ૧૬૨ તાલુકામાં વરસાદ, સૌથી વધુ તાપીમાં સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો

  • આગામી ૩-૪ દિવસ સુધી ભારે વરસાદની આગાહી
  • અત્યાર સુધી ગુજરાતમાં ૫૭ ટકા વરસાદ નોંધાયો

    બંગાળની ખાડીમાં ૧૦ ઓગસ્ટથી લો-પ્રેશર સક્રિય થવાની શક્યતા છે. તેમજ રાજસ્થાનનાં દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સરક્યુલેશનને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદૃી ઝાપટાથી લઇને હળવો વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગ પ્રમાણે, ૧૨ અને ૧૩ ઓગસ્ટના રોજ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. અત્યાર સુધી રાજ્યમાં ૫૭ ટકા વરસાદ નોંધાયો છે.
    છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૮ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ તાપીના ડોલવણમાં ૫.૧૫ ઇંચ વરસાદ, દૃાંતામાં ૨.૫ ઇંચ, ડેડિયાપાડામાં ૨.૫ ઇંચ, દૃાંતિવાડામાં સવા ૨ ઇંચ, મહુવામાં ૨.૧૫ ઇંચ, સરસ્વતીમાં ૨.૧૫ ઇંચ, સિદ્ધપુરમાં ૨.૧૫ ઇંચ, પોશીનામાં ૨ ઇંચ, વાલોડમાં ૨ ઇંચ, વાંસદામાં પોણા ૨ ઇંચ, માણસામાં પોણા ૨ ઇંચ, વઘઈમાં ૧.૫ ઇંચ, હિમતનગરમાં ૧.૫ ઇંચ, આહવામાં ૧.૫ ઇંચ વરસાદ નોંધાયો છે.
    આ સાથે પાલનપુરમાં ૧.૫ ઇંચ, મહુવામાં ૧.૫ ઇંચ, ચોર્યાસીમાં ૧.૫ ઇંચ, બાયડમાં ૧.૫ ઇંચ, સુબિરમાં ૧.૫ ઇંચ વરસાદ, કોડિનારમાં ૧.૫ ઇંચ, પ્રાંતિજમાં ૧.૫ ઇંચ , પલસાણામાં ૧.૫ ઇંચ, અમિરગઢમાં ૧.૫ ઇંચ, ઉચ્છલમાં સવા ઇંચ, વ્યારામાં સવા ઇંચ, પારડીમાં સવા ઇંચ, વિજયનગરમાં સવા ઇંચ, ગઢડામાં સવા ઇંચ, માલપુરમાં સવા ઇંચ, ધાનેરામાં સવા ઇંચ, બોટાદમાં સવા ઇંચ, વિજાપુરમાં સવા ઇંચ, કપડવંજમાં સવા ઇંચ વરસાદ થયો છે.
    હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાયું છે. રાજ્ય ઉપર ત્રણ વરસાદૃી સિસ્ટમ સક્રિય થઇ છે. લો પ્રેસરની મદદથી ગુજરાતને સારો વરસાદ મળશે તેવું હવામાન નિષ્ણાંતો જણાવી રહૃાા છે. આગામી ૧૨ ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં અને ૧૩ ઓગસ્ટ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં જ ૧૨ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.