રાજ્યના ૨૦૬માંથી ૧૨૦ ડેમ પૂર્ણ સપાટીએ ભરાયા

ગુજરાતમાં પીવાના અને સિંચાઇની પાણીની તંગી દૃૂર થશે. રાજ્યના ૨૦૬માંથી ૧૨૦ ડેમ પૂર્ણ સપાટીએ ભરાયા છે. ઉત્તર ગુજરાતના ૧૫માંથી ૩ ડેમ પૂર્ણ સપાટીએ ભરાયા છે. મધ્ય ગુજરાતના ૧૭માંથી ૧૩ ડેમ પૂર્ણ સપાટીએ ભરાયા છે. દક્ષિણ ગુજરાતના ૧૩માંથી ૧૩ ડેમ પૂર્ણ સપાટીએ ભરાયા છે. કચ્છના ૨૦માંથી ૩ ડેમ પૂર્ણ સપાટીએ ભરાયા છે. જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૦માંથી ૮૯ ડેમ પૂર્ણ સપાટીએ ભરાયા છે.
ઉત્તર ગુજરાતના જળાશયોમાં ૮૦ ટકા પાણી સ્ટોરેજ થયું છે જ્યારે મધ્ય ગુજરાતના જળશયોમાં ૯૫.૨૨ ટકા પાણી સ્ટોરેજ કરી શકાયું છે. દક્ષિણ ગુજરાતના જળશયોમાં ૧૦૦ ટકા પાણી સ્ટોરેજ કરી શકાયું છે. સૌરાષ્ટ્રના ૧૧ જિલાના જળાશયોમાં ૯૫.૯૬ ટકા પાણી સ્ટોરેજ કરી શકાયું ચે. સરદાર સરોવરમાં ૮૦.૧૧ ટકા પાણી સંગ્રહી શકાયું છે.