રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે રાજ્યના ૨૨ તાલુકામાં વરસાદ નોઁધાયો છે. જેમાં સૌથી વધુ એક ઈંચ વરસાદ નવસારીના ચીખલીમાં નોંધાયો છે. એ સિવાય રાજ્યના અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ છે. નવસારી અને વાંસદામાં ૧૦ મિમિ, કચ્છના માંડવી અને નવસારીના જલાલપોરમાં ૯ મિમિ, વલસાડમાં ૮ મિમિ, નવસારીના ખેરગામમાં ૭ મિમિ, જૂનાગઢના માળિયામાં ૬ મિમિ અને નવસારીના ગણદૃેવીમાં ૫ મિમિ વરસાદ નોંધાયો છે.
ગઈકાલે રાજ્યનો સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં ૫ ઈંચ નોંધાયો હતો. આગાહી વચ્ચે ગઈકાલે રાજ્યના ૧૮૬ તાલુકામાં મેઘમહેર વરસી હતી. જેમાં રાજ્યનો સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં ૫ ઈંચ નોઁધાયો હતો. જ્યારે કચ્છ અંજાર તથા ભુજ અને મોરબીમાં ૪ ઈંચ વરસાદ નોઁધાયો હતો. સુરેન્દ્રનગરના દસાડા, રાજકોટના લોધિકા, બનાસકાંઠાના દાંતા અને દાંતીવાડા ૩ ઈંચ, તેમજ મહેસાણાના સતલાસણા, રાજકોટ, આણંદના બોરસદ, અમદાવાદના ધોલેરા અને બનાસકાંઠાના અમીરગઢમાં ૨-૨ ઈચ વરસાદ નોઁધાયો છે.