રાજ્યના ૪ શહેરોમાં ટાયરો સળગાવી કોંગ્રેસે રસ્તાઓ કર્યા બ્લોક

ખેડૂતો છેલ્લા ૧૨ દિવસથી દિલ્હી ખાતે કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન યથાવત રીતે કરી રહૃાા છે, ત્યારે ધરણા અને પ્રદર્શન વચ્ચે આજે એટલે કે ૮મી ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે બીજી તરફ બંધની અસર વહેલી સવારે રાજ્યમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે કિસાનોએ આપેલા ભારત બંધના પગલે અમદાવાદ જિલ્લા કોંગ્રેસે વહેલી સવારે અમદાવાદ-કંડલા હાઈવે પર પ્રદર્શન કર્યું જ્યારે બીજી તરફ , વડોદરા, ભરૂચ સહિતના હાઈવે પર પ્રદર્શન કર્યું હતું અને તંત્ર ઉઁઘતુ ઝડપાયું હતું. જેમાં અમદાવાદ કંડલાને જોડતા હાઈવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો.

વહેલી સવારે ટાયરો સળગાવી અને આડશો મૂકીને આ હાઇવે બંધ કર્યો. અમદાવાદ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ આ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. વહેલી સવારે કોંગી કાર્યકરો પહોંચી જતા પોલીસ પણ ઉંઘતી ઝડપાઇ હતી. જો કે બાદમા પોલીસે પહોંચીને કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. ટાયરો સળગાવતા હાઇવે પર વહેલી સવારે વાહનોની કતાર લાગી હતી. કૃષિ બિલના વિરોધ વડોદરા નજીક પણ હાઇવે પર કોંગ્રેસે વહેલી સવારે વિરોધ કર્યો હતો.

ખેડૂત  આંદોલનના સમર્થનમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા હાઇવે પર ચક્કકાજામ કરાયો હતો. વહેલી સવારે ટાયરો સળગાવી આ વિરોધ કરાયો હતો. ભરૂચ પાસે પણ કોંગી કાર્યકરોએ ટાયર સળગાવી વિરોધ કર્યો છે. અહી પણ દહેજ હાઇવે પર વહેલી સવારે કોંગી કાર્યકરો પહોચી ગયા હતા. જ્યાં હાઇવે પર ટાયર સળગાવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.