રાજ્યના ૮ જિલ્લામાં ૪૦ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો

  • આગામી ૫ દિવસ સાંબેલાધાર વરસાદની આગાહી

ગાંધીનગર,તા.૧૦

સાઇક્લોન સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા બે સપ્તાહથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહૃાો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ થયો છે. આ સિવાય લાંબા ઈંતજાર પછી અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી વરસાદૃી માહોલ જામ્યો છે. ત્યારે આગામી તા.૧૦, ૧૩ અને ૧૪ ઓગસ્ટ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદની સાથોસાથ પ્રતિ કલાકે ૫૦થી ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, પાંચ દિવસ સુધી રાજ્યમાં સતત વરસાદૃી માહોલ રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. આ સિવાય દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે.

૧૦ ઓગસ્ટ । પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહિસાગર, સુરત અને તાપી

૧૩ ઓગસ્ટ । વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી

૧૪ ઓગસ્ટ । બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગર

રાજ્યના ૮ તાલુકામાં ૧ હજાર મિમિ એટલે કે, ૪૦ ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. આ તાલુકાઓમાં સુરતના ઉમરપાડામાં ૫૨ ઇંચ, પોરબંદરના રાણાવાવમાં ૪૨.૪૮ ઇંચ, કુતિયાણામાં ૪૩.૦૪ ઇંચ, દ્વારકાના ખંભાળિયામાં ૬૫.૪૮ ઇંચ, કલ્યાણપુરામાં ૫૧ ઇંચ, ભાણવડમાં ૫૦.૫૨ ઇંચ, જામનગરના કાલવડમાં ૪૦.૩૬ ઇંચ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ૫૦.૨૮ ઇંચ વરસાદ થયો છે.