રાજ્યના ૯૧૨ તીર્થની પવિત્ર માટી અને પવિત્ર જળનું પૂજન કરી અયોધ્યા મોકલાયા

  • ભક્તોને ૫ ઓગસ્ટના રોજ ઘરે દીપપ્રાગટય કરી ભૂમિપૂજનની ઉજવણી કરવા સંતો અને મહંતોની અપીલ

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણની તડામાર તૈયારી શરૂ થઈ છે. ત્યારે આગામી પાંચ ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું વડાપ્રધાનના હસ્તે ભૂમિપૂજન થવાનું છે. મંદિરના ભૂમિપૂજનની તારીખ નજીક આવી રહી છે, ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિર માટે ગુજરાતથી પવિત્ર નદી જળ-માટી મોકલવા પૂજા કરવામાં આવી હતી.જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, અખિલેશ્ર્વરદાસજી મહારાજ, ચૈતન્યશંભુજી મહારાજ સહિતના સંતોએ પવિત્ર માટી અને જળની પૂજા કરી.ગુજરાતના ૯૧૨ તીર્થની માટી અને પવિત્ર જળનું પૂજન રામ મંદિર નિર્મણાર્થે મોકલવાની યોજના દેશભરના સાધુ સંતો દ્વારા બનાવાઈ છે.

ગુજરાત માંથી એકત્ર કરેલી રજ અને જળનું પૂજન કરીને અયોધ્યા માટે પ્રસ્થાન કરાવવામાં આવશે, ગુજરાતના ૯૧૨ પવિત્ર તીર્થની માટી અને જળ અયોધ્યા મોકલવામાં આવશે. ત્યારે અમદાવાદ શહેરનાં વીએચપી કાર્યાલયે માટી અને જળની પૂજા કરવામાં આવી હતી. રામ મંદિરની સૌથી પહેલી ડિઝાઈન ૧૯૮૫માં બનાવવામાં આવી હતી. એ વખતે મંદિરમાં આવનારા ભક્તોના અંદાઝા પરથી ડિઝાઈન તૈયાર થઈ હતી.

૧૯૮૫ પછી ૩૫ વર્ષ વીતી ચૂક્યા છે અને ભક્તોનો એસ્ટીમેટ પણ વધ્યો છે. નવા સમયને વિચારીને મંદિરને વધારે પહોળું કરવાનું નક્કી કરાયું છે, રામ મંદિર હવે બે નહી પરંતુ ત્રણ માળનું બનવાનું છે. રામ મંદિરની ઉંચાઈ ૧૬૧ ફુટ અને પહોળાઈ ૧૪૦ ફુટની હશે. મંદિરનો મૂળ દેખાવ મોટેભાગે એનો એ જ રહેવાનો છે, બે બાજુમાં અને એક આગળના ભાગે એમ કુલ ગુંબચની સંખ્યા ૫ની હશે. ૧૯૮૫ની ડિઝાઈનમાં રામ મંદિરને ૩ ગુંબચ વાળું બનાવવાનું હતું.