રાજ્યના ૯૧ તાલુકામાં બારે મેઘ ખાંગા, વંથલી અને ગીર ગઢડામાં ૪-૪ ઈંચ વરસાદૃ

  • ગુજરાતની આસપાસ સાયકલોનિક સર્કયુલેશન
  • જલાલપોરમાં ૩ ઇંચ વરસાદૃ ખાબક્યો
  • દક્ષિણ ગુજરાતના ૨૫ તાલુકામાં વરસાદ

    ગુજરાતમાં ચોમાસાએ ફુલજમાવટ કરી છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકના વરસાદૃના આંકડા પર એક નજર કરી લઈએ. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૧ તાલુકામાં વરસાદૃ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદૃ જુનાગઢના વંથલીમાં અને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં ૪ ઈંચ કરતાં વધુ વરસાદૃ નોંધાયો છે. સુરત શહેરમાં સવા ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ, જુનાગઢ અને જુનાગઢ શહેરમાં તેમજ સુરતના કામરેજમાં ૨ ઇંચથી વધુ વરસાદૃ પડ્યો છે. મોરબીના વાંકાનેરમાં પણ ૨ ઇંચ જેટલો વરસાદૃ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાક દૃરમિયાન રાજ્યના આઠ તાલુકામાં ૨ ઇંચ કરતાં વધુ વરસાદૃ નોંધાયો છે. તો રાજ્યના ૨૬ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદૃ પડ્યો છે. રાજ્યમાં સવારે ૮ વાગ્યા સુધીમાં ૯ તાલુકામાં મેંઘમહેર થઈ છે. રાજ્યના દૃક્ષિણ ગુજરાતમાં તાલુકામાં સવારથી વરસાદૃ પડી રહૃાો છે. સુરતના ચોર્યાસીમાં ૧ ઇંચ કરતા વધારે વરસાદૃ પડ્યો છે. તો નવસારીના જલાલપુર અને ડાંગના આહવામાં અડધો ઇંચ વરસાદૃ નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમા વરસાદૃ તૂટી પડ્યો હતો. આઠ તાલુકા પૈકી ૩ તાલુકામાં વરસાદૃ નોંધાયો છે. જેમાં ઇડરમાં ૧૫ મીમી, પોશીનામાં ૦૭ મીમી અને વડાલીમાં ૦૨ મીમી વરસાદૃ પડ્યો છે. અમરેલીમાં રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઇવે બંધ કરાયો છે. જુની માંડરડી ગામ પાસે આવેલ પુલ બેસી જતા રીપેરીંગ કામ શરૂ કરાયું છે, જેથી પુલ પર વાહન વ્યહાર બંધ કરાયો છે. તંત્ર દ્વારા ઘાતરવડી નદૃીમાથી પાઇપ લાઇન મૂકી ડ્રાઈવર્ઝન કઢાયું હતું. ઉપરવાસમા પડેલ વરસાદૃના કારણે પાઇપો તણાય ગઈ હતી, જેથી ડાયવર્ઝન પણ બંધ થયું હતું. રાજુલા – સાવરકુંડલા સ્ટેટ હાઇવે બંધ થતા હવે ૨૫ કીમી દૃૂર ફરીને વાહન ચાલકોને જવુ પડશે.
    આગાહી વચ્ચે સવારથી છ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી નવસારીના જલાલપોરમાં ત્રણ ઇંચ વરસાદૃ ખાબક્યો છે. નવસારી શહેરમાં બે ઇંચ જેટલો વરસાદૃ પડ્યો છે. સુરતના ચૌર્યાસીમાં બે ઇંચ અને વલસાડ શહેરમાં પણ બે ઇંચ વરસાદૃ પડ્યો છે. સુરત શહેરમાં પણ સવારથી બપોર સુધી એક ઇંચથી વધારે વરસાદૃ પડ્યો છે. મંગફ્રવારે સવારે છ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી રાજ્યના નવા શહેર કે તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. બપોરના ૧૨ વાગ્યા સુધી રાજ્યના ૨૯ તાલુકામાં વરસાદૃ નોંધાયો છે.
    દૃક્ષિણ ગુજરાતમાં આગાહીના પગલે હફ્રવાથી મધ્યમ વરસાદૃ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ૨૫ તાલુકામાં વરસાદૃ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરત સિટીમાં ૩ ઈંચથી વધુ વરસાદૃ ખાબક્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં હફ્રવો વરસાદ પડ્યો છે. ૧૪ જુલાઇ અને ૧૫ જુલાઈના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દૃીવ-દૃમણમાં ૪૦ કિ.મી.ની ઝડપ પવન સાથે વરસાદ પડશે, જ્યારે દૃક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદૃ પડવાની સંભાવના છે. ૧૬થી ૧૮ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ સહિતના વિસ્તારમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને જૂનાગઢ સહિતના વિસ્તારમાં થતા વડોદૃરા અને ભરૂચમાં અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.