રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી આજે લાઠી તાલુકામાં

અમરેલી,
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્યજીના વરદ હસ્તે આજે લુવારીયા નજીક નેશન્સ વર્લ્ડ વોટર લેઇકનું લોકાર્પણ આજે થનાર છે. આ કાર્યકમ અંગે જાણવા મળતી વિગતઅનુસાર લાઠીનાં લુવારીયા નજીક ગાગડીયો નદી પર ધોળકીયા ફાઉન્ડેશનનાં સ્થાપક અને પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયા દ્વારા તૈયાર કરવામાં આવેલ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ વોટર 2023 લેઇકનું રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્યનાં મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઇ પટેલનાં વરદ હસ્તે આજે તા.22 શનિવારે સવારે 9 કલાકે લોકાર્પણ કરાશે. ત્યાર બાદ પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયા દ્વારા ગાગડીયો નદી પર થયેલ જળ સંચયની કામગીરી નિહાળશે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યજી બાય એર અમરેલી એરપોર્ટ આવી અમરેલીથી બાય કાર લાઠીના લુવારીયા ખાતે કાર્યક્રમ સ્થળે 9 વાગ્યે પહોંચી લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સજ્જડ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમ માટે પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયા સહિત ધોળકીયા પરિવારજનો દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહયો છે. મુખ્યમંત્રીના કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે તેમ જાણવા મળ્યું છે.