રાજ્યમાં આગામી ૫ દિવસ ભારે વરસાદની શક્યતા

  • ૧૩૫ તાલુકામાં વરસાદ

અમદાવાદ,

રાજ્યમાં આજથી એટલે કે ૩૧ જુલાઇથી ૪ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વચ્ચે ગત ૨૪ કલાકમાં રાજ્યના ૧૩૫ તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં ૩ ઇંચ અને સુરેન્દ્રનગરના ચોટીલામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના ૨૬ તાલુકામાં ૧ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે રાજ્યમાં ૩૧ જુલાઈથી ૪ ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પંથકમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.