રાજ્યમાં આજથી માસ્ક ન પહેરનારા પાસેથી વસુલાશે રૂ.૧૦૦૦નો દંડ

  • ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદૃાનો આજથી રાજ્યમાં અમલ

    ગાંધીનગર,
    રાજ્યમાં કોરોના વાયરસ દિવસેને દિવસે વધુ ઘાતક બની રહૃાો છે, જેના કારણે આજે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા આજે એક મોટી અને મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે. રાજ્યમાં આવતીકાલથી માસ્ક નહિ પહેરનાર વ્યકિત પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે.
    વિજય રૂપાણીએ માસ્કનો દંડ વધારવાની જાહેરાત કરતા જણાવ્યું કે, ગુજરાતમાં હાઈકોર્ટની ટકોર પછી તેના પર રાજ્ય સરકારે વિચાર વિમર્શ કર્યો છે. અને હાઈકોર્ટે આપેલા ચુકાદા પ્રમાણે રાજ્યમાં આવતીકાલથી માસ્ક ન પહેરવા પર ૧૦૦ રૂપિયાનો દંડ લેવાનો અમલ કરવામાં આવશે. રાજ્યમાં આવતીકાલ એટલે કે ૧૧ ઓગસ્ટ, મંગળવારથી જાહેરમાં માસ્ક ન પહેરનારા વ્યક્તિઓને ૧૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે.
    વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, મારી ગુજરાતના સૌ નાગરિકોને અપીલ છે કે, આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીને ભીડભાડ ના કરે. કેમકે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક રીતે ફેલાય છે તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો ઉજવે. કોરોનાને નિયંત્રિત કરવું આપણા હાથમાં છે. તમને જણાવીએ કે, ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ તહેવાર આવતા હોય છે. આવામાં વધુને વધુ લોકો બહાર નીકળતા હોય છે.