રાજ્યમાં કોટા જેવા ૪ કોચિંગ સેન્ટર બનશે: મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત

નીટ અને જેઈઈ જેવી પરીક્ષાઓ માટે રાજસ્થાનનું કોટા શહેર સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. અને કોટાના કોચિંગ ક્લાસમાં જવા માટે વિદ્યાર્થીઓ પડાપડી કરતાં હોય છે. અને આ માટે ભારે ભરખમ ફી પણ ભરતાં હોય છે. તેવામાં ગુજરાતનાં વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભામાં જાહેરાત કરી છે કે રાજ્યમાં કોટા જેવા ૪ કોચિંગ સેન્ટર બનશે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી કે ગુજરાતમાં ચાર કોચિંગ સેન્ટર બનાવવામાં આવશે. અને નીટ અને જેઈઈ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવશે. અને આ કોચિંગ સેન્ટરમાં જે વિદ્યાર્થીઓને જવું હશે તે વિદ્યાર્થીઓને કોટા સ્ટાઈલથી કોચિંગ આપવામાં આવશે. રાજ્યના ચાર મેગા સિટી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આ કોચિંગ સેન્ટર બનશે.

આ ઉપરાંત સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોચિંગ માટે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રથમ પ્રાયોરિટી અપાશે. જેના માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. અને ગરીબ વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. વિદ્યાર્થીને જેઇઇ, નીટની પરીક્ષાના આધારે આઈઆઈએમ આઆઈટીમા પ્રવેશ મળે છે. તેથી રાજ્ય સરકાર ખાસ યોજના બનાવી રહી છે.