રાજ્યમાં ખેડુતોને ડુંગળીનાં ખર્ચ જેટલોય ભાવ મળતો નથી : ધારાસભ્ય શ્રી ઠુંમર

અમરેલી,
સૌરાષ્ટ્રથી માંડીને તેલંગણા સુધી ડુંગળી ઉત્પાદક ખેડુતોને ડુંગળીના ખર્ચ જેટલોય ભાવ મળતો નથી તેથી સમગ્ર દેશનાં ડુંગળી ઉત્પાદક ખેડુતો મોદી સરકારની નીતિથી નાખુશ છે તેમ ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે આજરોજ અત્રે એક નિવેદમાં જણાવ્યું છે.
શ્રી ઠુંમરે વધુમાં એમ પણ જણાવ્યું કે, અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ડુંગળી ઉત્પાદક ખેડુતોની આખા વર્ષની મહેનતના ફળ કોણ ચાખી રહ્યું છે ? જે લોકો ડુંગળી ઉત્પાદક ખેડુતો પાસેથી અત્યંત નીચા ભાવે ડુંગળી ખરીદીને જંગી નફો રળી રહ્યા છે તે શું સરકાર નથી જાણતી ? તેમના ઉપર ખેડુતોના હિતમાં શા માટે કોઇ પગલાં ભરવામાં આવતા નથી ? કૃષિ ક્ષેત્રના જાણકાર લોકોના જણાવ્યા મુજબ ડુંગળીની એક બહુ જ મોટી અને સંગઠિત લોબી છે તેનો ડુંગળી ઉત્પાદક ખેડુતો દર વર્ષે શિકાર બની રહ્યા છે.
શ્રી ઠુંમરે વધુમાં જણાવ્યું કે, રાષ્ટ્રીય કૃષિ બજાર એવમ્ એગ્રીકલ્ચર માર્કેટીંગે જાહેર કરેલા ભાવો મુજબ સમગ્ર દેશમાં લોકો બજારમાંથી 20 રૂપિયાના ભાવે એક કિલો લાલ ડુંગળી ખરીદી રહ્યા હતા ત્યારે દેશના કેટલાક ખેત ઉત્પાદન બજારોમાં ડુંગળી ઉત્પાદક ખેડુતોને માત્ર 59 પૈસાથી માંડીને સાડા ત્રણ રૂપિયે કિલોના ભાવે ડુંગળી વેચવી પડી છે. ખેડુતોને ડુંગળીના ઉત્પાદનથી માંડીને બજાર સુધી પહોંચાડવા માટે ઓછામાં ઓછાં 8 થી 9 રૂપિયાનો ખર્ચ વેઠીને ભારે મોટું આર્થિક નુકશાન ભોગવવું પડે છે. શ્રી ઠુંમરે વધુમાં જણાવ્યું કે, વચેટીયાઓ ડુંગળી ઉત્પાદક ખેડુતો પાસેથી આટલા બધા નીચા ભાવે ડુંગળી ખરીદ્યા પછી ગ્રાહકોને 20 રૂપિયે કિલો ડુંગળી વેચે છતેથી ડુંગળી ઉત્પાદક ખેડુતોને કાયમ માટે ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ડુંગળીના લઘુતમ ટેકાના ભાવ (મીનીમમ સપોર્ટ પ્રાઇઝ – સ્જીઁ) જાહેર કરવાની નીતિ અપનાવવા કેન્દ્ર સરકારને અનુરોધ કરૂં છું. તેમ વિરજીભાઇ ઠુંમ્મરે જણાવ્યું છે.