રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨ તાલુકામાં વરસાદ નોંધાયો

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત્ રહૃાો હતો. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ પોરબંદનાં રાણાવાવમાં ૨.૭૬ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છનાં ભૂજમાં ૨.૪૦ ઇંચ, ગીર સોમનાથનાં ગીર ગઢઋામાં ૨.૧૭ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જૂનાગઢનાં માળિયામાં ૩૬ એમએમ, દ્વારકાનાં કલ્યાણપૂરમાં ૩૦ એમએમ, નર્મદાનાં સાગબારામાં ૨૭ એમએમ, કચ્છનાં અંજાર, અમરેલીનાં લાઢીમાં ૨૫ એમએમ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજી આગામી બે દિવસ દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ ૪૪.૬૫ ઈંચ સાથે સિઝનનો ૧૩૬.૫૦% વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, સરદાર સરોવર જળાશયમાં ૩,૦૨,૧૫૨ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૦.૪૪ ટકા છે. રાજયનાં ૨૦૫ જળાશયોમાં ૫,૩૪,૩૦૩ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૯૫.૯૨ ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૧૭૯ જળાશય,
એલર્ટ ૫ર કુલ-૧૧ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર ૦૮ જળાશય છે. કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, ચાલુ વર્ષે તા.૧૨/૧૦/૨૦૨૦ સુધીમાં અંદાજીત ૮૭.૨૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૮૬.૭૭ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૧૦૨.૭૬ ટકા વાવેતર થયુ છે.