રાજ્યમાં ઠંડીનું જોર વધવાની અને દ.ગુજરાતમાં વરસાદની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યૂલેશનનાં કારણે રાજ્યના વાતાવરણ ઉપર અસર જોવા મળી રહી છે.ગઈકાલે કમોસમી વરસાદ અને આજે ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું છે.આગામી ૨૪ કલાક વાતાવરણ યથાવત રહેશે અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગનું અનુમાન છે. સુરત નવસારી સહિતના વિસ્તારમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. આજે અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે.સાથે શહેરમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે.અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૧૨૧ નોંધાયું છે.
એટલે કે હવામાં પ્રદુષણ નું પ્રમાણ વધી રહૃાું છે.જોકે વારંવાર વાતાવરણ પલટો અને વધતું જતું પ્રદુષણ નું પ્રમાણ ખેતીના પાકને તો નુકસાન થઈ રહૃાું છે પરંતુ લોકોના સ્વસ્થ પર અસર જોવા મળશે. ડિસેમ્બર બે સપ્તાહ પૂર્ણ રહેવા આવ્યા છે તેમ છતાં શિયાળાની ઠંડીનો અહેસાસ થતો નથી.કારણ કે લઘુતમ તાપમાન સામાન્ય કરતા ૪ ડીગ્રી ઉપર છે.આજે પણ નલિયાનું લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રી નોંધાયું છે. જે ૧૨ ડિસેમ્બર સુધીમાં તાપમાન ઘટીને ૯ થી ૧૦ ડીગ્રી થઈ જતું હોય છે.પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે ૨૪ કલાક બાદ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે. આજે અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે.
સાથે શહેરમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે.અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૧૨૧ નોંધાયું છે.એટલે કે હવામાં પ્રદુષણ નું પ્રમાણ વધી રહૃાું છે.જોકે વારંવાર વાતાવરણ પલટો અને વધતું જતું પ્રદુષણ નું પ્રમાણ ખેતીના પાકને તો નુકસાન થઈ રહૃાું છે પરંતુ લોકોના સ્વસ્થ પર અસર જોવા મળશે