રાજ્યમાં ડીસા-ગાંધીનગર ૩૯ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર

શિયાળાની ઋતુનાં અંત સાથે માર્ચ મહિનાની શરૂઆતમાં ઉનાળાની ગરમીની શરૂઆત થઇ ગઇ છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૨ દિવસ રાજ્યમાં હિટવેવની આગાહી છે. રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. દિવસની શરૂઆતમાં લોકોની અવર-જવર જોવા મળતી હોય છે પરંતુ જેવી બપોર પડે કે રસ્તે કાગડાઓ ઉડતા જોવા મળે છે.

આ વખતનો ઉનાળો ભારે આકરો નીવડવાની સંભાવના છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ સહિત ૧૬ શહેરોમાં તાપમાન ૩૭ ને પાર પહોંચી ગયુ છે. ગુજરાતમાં ગ્રીન સિટી તરીકે ઓળખાતુ શહેર અને રાજ્યનું પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો અહી ૩૯ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ઉપરાંત ડીસામાં પણ ૩૯ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યમાં આ બન્ને શહેરો સૌથી ગરમ રહૃાા છે.

ગુજરાતનાં ઘણા વિસ્તારો આજે બેવડી ઋતુનો અનુભવ કરી રહૃાા છે.  આપને જણાવી દઇએ કે, હવામાન વિભાગે રાજ્યમાં હિટવેવ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. ૨૦ અને ૨૧ માર્ચનાં રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને મહીસાગરમાં વરસાદની વકી છે.

ગુજરાતમાં હાલ ઠંડીની સિઝન પૂર્ણ થવાને આરે છે. જો કે, ઉનાળાની શરૂઆત પહેલા જ ગરમીનો માહોલ જોવા મળી રહૃાો છે. ખાસ કરીને બપોરનાં સમયે લોકો ગરમીનો અહેસાસ કરી રહૃાા છે તો વળી કેટલાક લોકો પંખાનો પણ સહારો લઈ રહૃાા છે. બપોરનાં સમયે ઘણા વિસ્તારોમાં છઝ્ર પણ ચાલુ રાખ્યુ હોવાનું જોવા મળ્યું હતુ.