રાજ્યમાં તા.3 થી 10 સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ

  • ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાનો બાબાપુરના ખગોળ અભ્યાસુ હનુભાઇ મકવાણાનો વરતારો

અમરેલી,

રાજ્યમાં 3 થી 10 સુધીમાં ભારે થી અતિભારે વરસાદ ગાજવીજ સાથે પડવાનો વરતારો બાબાપુરનાં હનુભાઇ મકવાણાએ આપ્યો છે.
સમગ્ર રાજ્યમાં આજે તા.3 થી 10 સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ વિજળીના કડાકા ભડાકા ગાજવીજ સાથે પડવાની શક્યતા હોવાનું બાબાપુરના જાણીતા ખગોળ અભ્યાસુ શ્રી હનુભાઇ મકવાણાએ હવામાન અને વાતાવરણ ઉપરથી વરતારો આપ્યો છે હજુ સારામાં સારો વરસાદ પડશે અને વરસાદને કારણે નુકશાની થવાનું પણ નકારી શકાતુ નથી તેમ પણ શ્રી મકવાણાએ જણાવ્યુ છે.