રાજ્યમાં નખત્રાણામાં ૧૪ મિમિ અને અરવલ્લીના ભિલોડામાં ૩ મિમિ વરસાદ

રાજ્યના ૩૮ તાલુકામાં મધ્યમ વરસાદ

રાજ્યમાં ચોમાસુ નબળુ પડ્યું હોય તેવા આંકડાઓ સામે આવી રહૃાા છે. ગઈકાલે રાજ્યના ૩૮ તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના અમદાવાદમાં નોંધાયો હતો. અમદાવાદમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે સુરતના માંગરોળમાં પણ એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યમાં આજે માત્ર ૨ તાલુકામાં વરસાદ નોઁધાયો છે. જેમાં કચ્છના નખત્રાણામાં ૧૪ મિમિ અને અરવલ્લીના ભિલોડામાં ૩ મિમિ વરસાદ નોંધાયો છે. ગઈકાલે રાજ્યના માત્ર ૩૮ તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ૨૮ મિમિ વરસાદ ખેડાના અમદાવાદમાં, ત્યારબાદ સુરતના માંગરોળમાં ૨૨ મિમિ, નર્મદાના દૃેડિયાપાડા અને સુરતના ઉમરપાળામાં ૨૦ મિમિ, પાલિતાણામાં ૧૫ મિમિ, ભરૂચના નેત્રંગમાં ૧૨ મિમિ, અમદાવાદના દસક્રોઈમાં ૧૧ મિમિ વરસાદ પડ્યો છે. જ્યારે ગાંધીધામ, આણંદ, અને અંકલેશ્ર્વરમાં ૮-૮ મિમિ વરસાદ પડ્યો છે. કચ્છના નખત્રાણમાં ૮ મિમિ, જ્યારે ભુજ, સાબરકાંઠાના હિંમતનગર અને આણંદના પેટલાદમાં ૫-૫ મિમિ વરસાદ પડ્યો છે.