રાજ્યમાં પાંચ વર્ષમાં સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારની ૪૦,૬૬૦ ફરિયાદ

ગુજરાતમાં એન્ટી-કરપ્શન અને તકેદારી આયોગ જેવી સંસ્થાઓની સતર્કતાને કારણે ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ અને કર્મચારીઓને પકડવાનો દર વધી રહૃાો છે. આ દર પાંચ વર્ષ પહેલાં ૫૦ ટકા હતો, એ વધીને ૯૬ ટકા થયો હોવાનો દાવો રાજ્યના ગૃહ વિભાગે કર્યો છે. ગૃહ વિભાગના એક અધિકારીએ કહૃાું હતું કે રાજ્યના એન્ટી-કરપ્શન બ્યુરો દ્વારા ભ્રષ્ટાચારીઓ સામે રોજની બે ફરિયાદમાં પગલાં લેવામાં આવી રહૃાાં છે. એવી જ રીતે તકેદારી આયોગમાં નોંધાયેલી ફરિયાદોમાં પણ ભલામણ પ્રમાણે વિભાગ પગલાં લઇ રહૃાું છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદોની સંખ્યા ૪૦,૬૬૦ આવી છે, એન્ટી-કરપ્શન બ્યુરોની જેમ તકેદારી આયોગમાં ફરિયાદૃોની સંખ્યા વધી રહી છે.

તકેદારી આયોગને જે ફરિયાદોમળી હતી એ પૈકી ૩૧૦૦ કસૂરવાર સામે ખાતાકીય કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી હતી, જે પૈકી ગૃહ વિભાગે ૮૦૦ જેટલા આક્ષેપિતો સામે અલગ અલગ પ્રકારની શિક્ષાના હુકમો કરવામાં આવ્યા છે. તકેદારી આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણોને આધારે ભ્રષ્ટાચારના કિસ્સા અંગે તપાસ કરી એને સાબિત કરવાનો દર ૨૫ ટકા હતો, એ વધીને ૩૪ ટકા થયો છે. છેલ્લાં ચાર વર્ષમાં સંડોવાયેલા આરોપીની સંખ્યા ૩૭૧ હતી, જે વધીને ૭૨૯ થઇ છે, એટલે કે ભ્રષ્ટાચાર આચરતા આરોપીઓને પકડવાના દરમાં ૯૬ ટકા જેટલો વધારો થયો હોવાનો દાવો કરવામાં આવે છે.

તકેદારી આયોગની જેમ સરકારી વિભાગોમાં થઇ રહેલા ભ્રષ્ટાચાર શોધવામાં એન્ટી-કરપ્શન બ્યુરોની પણ મહત્ત્વની ભૂમિકા રહી છે. છેલ્લા વર્ષમાં બ્યુરોએ ૫૦ ટકા આરોપીને સજા કરાવી છે. બ્યુરોએ છેલ્લાં પાંચ વર્ષમાં ૧૫૦૦થી વધુ છટકાં કરી લાંચિયા અધિકારી તેમજ કર્મચારીઓને પકડ્યા છે, જોકે ૪૦૦ કેસમાં આ અધિકારીઓ છટકી ગયા છે. વર્ષ દરમિયાન એવરેજ ૫૦૦થી ૭૦૦ કેસ સામે આવે છે. એસીબીના એક રિપોર્ટ પ્રમાણે, ગુજરાતના ટોપ ફાઇવ ભ્રષ્ટ વિભાગોમાં શહેરી વિકાસ વિભાગ ૧૫૦૦થી વધુ ફરિયાદોસાથે પહેલા નંબર પર આવે છે. બીજા ક્રમે ૧૨૮૦ના આંકડા સાથે પંચાયત વિભાગ, ત્રીજા સ્થાને ૧૧૫૪ સાથે મહેસૂલ, ચોથા નંબરે ૯૨૫ના આંકડા સાથે ગૃહ અને પાંચમા ક્રમાંકે ૧૫૧ સાથે શિક્ષણ વિભાગનો ક્રમ આવે છે. રાજ્યના ૨૬ વિભાગમાં ભ્રષ્ટાચારની કુલ ૮૨૦૦ જેટલી ફરિયાદોવર્ષ દરમિયાન થઈ છે.