રાજ્યમાં પોલીસનો નવતર પ્રયોગ, હવે ઓનલાઇન એફઆઇઆર કરી શકાશે

અમદાવાદ, ગુજરાત પોલીસ દ્વારા હવે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહૃાો છે. વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કેસમાં હવે પોલીસ નાગરિકોને નવી સુવિધા આપવા જઈ રહી છે. એટલે હવે વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કેસમાં ફરિયાદૃીને પોલીસ સ્ટેશનના ધક્કામાંથી મુક્તિ મળશે. ફરિયાદી વાહન ચોરી અને મોબાઈલ ચોરીની ઓનલાઈન એફઆઇઆર કરી શકશે. ઓનલાઈન ફરિયાદ કર્યા બાદ તરત જ ફરિયાદીના મોબાઈલ પર મેસેજ આવી જશે. ફરિયાદ દાખલ થયા બાદ ઈમેલ અને મેસેજના માધ્યમથી ફરિયાદૃીને માહિતી મળી જશે. સાથે જ પોલીસની કામગીરીમાં પણ ઘટાડો થશે. આ નું આવતીકાલે લોન્ચિંગ થશે.
રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટનું લોન્ચિંગ આવતીકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે. ઓનલાઈન ફરિયાદ કર્યા બાદ ફરિયાદૃીએ પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે. જ્યારે ફરિયાદૃી ઓનલાઈન એફઆઇઆરકરશે એવું તરત જ તેમને મોબાઈલ પર મેસેજ મળી જશે. જેવી એની ફરિયાદૃ દૃાખલ થશે એવી જ એની માહિતી ઈમેલ અને મેસેજના માધ્યમથી ફરિયાદૃીને મળી જશે. એ સિવાય 21 દિવસમાં જે ચાર્જશીટ દૃાખલ થશે એની માહિતી પણ મોબાઈલ ફોન પર મળી જશે. 23 જુલાઈથી 14 ઓગસ્ટ સુધી અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ ભવનમાંથી સિનિયર અધિકારીઓથી લઈને ગૃહ વિભાગના અનેક અધિકારીઓ અલગ અલગ કાલેજોમાં જઈ માહિતી પૂરી પાડશે. જેથી લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ન ખાવા પડે.