રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક જળાશયો થયા ઓવરલો

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગરના જોડીયામાં અને મહેસાણાના કડીમાં ૧૩ ઈંચથી વધારે વરસાદ સાથે આભ ફાટ્યું છે. ત્યારે રાજ્યમાં ભારે વરસાદના પગેલ અનેક જળાશયો થયા ઓવરલો થયા છે. પાણીની આવકમાં વધરો થતાં તંત્રને ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. ત્યારે આવો જાણીએ ક્યાં કયા ડેમના કેટલા દરવાજા ખોલાયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

નર્મદા જિલ્લાના નાનાકાકડીઆંબા ડેમની સપાટી ૧૮૭.૭૧ મીટર છે. તેમાં પાણીની આવક થતા હાલ ડેમ ૧૮૭.૭૩ મીટરે ઓવરલો થઇ રહૃાો છે. ડેમ ૨ સે.મીથી ઓવરલો થઇ રહૃાો છે. મહિસાગર જિલ્લાના કડાણા ડેમની જળ સપાટી ૪૧૫.૬ ફુટ પર પહોંચી છે. ત્યારે કડાણા ડેમના ૩ ગેટ ૬ ફુટ ખોલવામાં આવ્યા છે. કડાણા ડેમમાં ૧,૨૪,૦૦૦ ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે ત્યારે હાલ ડેમમાંથી ૪૯,૦૦૦ ક્યુસેક જેટલું પાણી છોડાઇ રહૃાું છે.

જામનગર જિલ્લામાં ભારે વરસાદથી ૨૦ જળાશયો ઓવરલો થયા છે. રંગમતિ ડેમના ત્રણ દરવાજા બે ફુટ ખોલવામાં આવ્યા છે. ઉંડ ડેમના ત્રણ દરવાજા પણ બે ફૂટ ખોલવામાં આવ્યા છે. આજી-૩ ડેમના સાત દરવાજા ચાર ફુટ ખોલવામાં આવ્યા છે. જ્યારે સાગર ડેમ એક ફુટ અને સરોઇ પોણો ફુટથી ઓવરફલો થઇ રહૃાો છે. ભાવનગર જિલ્લાના શેત્ર્ાુંજી ડેમના ૪૦ દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ડેમના દરવાજા ૧ ફુટ ૯ ઈંચ જટેલા ખોલવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લાનો મોતીસર ડેમની કુલ ૨૨ ફુટની સપાટી છે. ત્યારે મોતીસર ડેમના ૧૪ દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે આજી-૩ ડેમના ૧૨ દરવાજા ૮ ફુટ ખોલવામાં આવ્યા છે. મોરબી જિલ્લાના ૧૦માંથી ૯ લેડમ ઓવરલો થયા છે. મચ્છુ-૧ ડેમ હાલમાં ૦.૪૯ એમટીથી ઓવરફલો થયો છે. મચ્છુ-૨ ડેમના ૧૨ દરવાજા ૮ ફુટ ખોલાયા છે. મચ્છુ-૩ ડેમના ૧૫ દરવાજા ૫ ફુટ ખોલાયા છે. ડેમી-૧ ડેમ હાલમાં ૦.૨૫ મીટરથી ઓવરફલો ખોલાયા છે. ડેમી-૨ ડેમના ૧૨ દરવાજા ૭ ફુટ ખોલાયા છે. ડેમી-૩ ડેમના ૧૩ દરવાજા ૫ ફુટ ખોલાયા છે.

મોરબી જિલ્લાના ઘોડાધ્રોઇ ડેમના ૩ દરવાજા ૧ ફુટ ખોલાયા છે. બંગાવડી ડેમ હાલમાં ૧ મીટરથી ઓવરફલો થયા છે. બ્રાહ્મણી-૧ ડેમમાં પાણીની સારી આવક થઇ રહી છે. બ્રાહ્મણી-૨ ડેમમાં ૧ દરવાજો ૧ ફુટ ખોલાયા છે. મહાકાય મચ્છુ-૨ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહૃાો છે. ત્યારે ડેમના ૩૮ દરવાજામાંથી ૧૨ દરવાજા ૮ ફુટ સુધી ખોલાયા છે. ડેમમાંથી અત્યાર સુધીમાં ૫૯,૬૧૬ ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લાના ડેવ ડેમના બે ગેટ ૨૫ સેમી ખોલાયા છે. ૧૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહૃાું છે. હડફ ડેમનો એક ગેટ બે ફુટ ખોલાયો છે. જેમાંથી ૨૬૭૦ ક્યુસેક પાણી છોડાયું છે. સાબરકાંઠા જિલ્લાના ગોરઠીયા ડેમના તમામ ૧૫ ગેટ ખોલાયામાં આવ્યા છે. જવાનપુરા ડેમના તમામ ૧૫ ગેટ ખોલાયા છે. હરણાવ ડેમનો એક ગેટ અડધો ફુટ ખોલાયો છે. ખેડવા ડેમનો એક ગેટ બે ફુટ ખોલાયો છે.