રાજ્યમાં મ્યુુની.બોર્ડ દ્વારા રૂા. 9130 કરોડ અપાયા

અમરેલી, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરન શ્રી ધનસુખભાઈ ભંડેરીની જહેમતથી ગુજરાતની નગરપાલિકાઓને ગ્રાન્ટો આપવા અને થયેલા કામોની સમીક્ષા કરવા અલગ અલગ બેઠકો યોજી
સ્થિતતી જાણી હતી અને જે નગરપાલિકાઓએ દરખાસ્ત ન કરીહોય તેમણે દરખાસ્ત મોકલી આપવા તાકીદ કરી હતી બોર્ડ દ્વારા વિવિધ યોજના નીચે તા.1.01.2019 થી 31.12.2019 ના સમય ગાળામાં જુદી જુદી યોજનામાં રૂપીયા 9130.61 કરોડનું ગ્રાન્ટ પેટે ચુકવણું કરવામા આવ્યુ અમરેલી જીલ્લામાં અમરેલી,રાજુલા,લાઠી,બાબરા, ચલાલા સહીતનાં કામો અંગે ચર્ચા કરી હતી.આમ મ્યુની બોર્ડના પ્રયાસોથી અને કામો થતા પ્રસંસા થઈ રહી છે.