રાજ્યમાં રવિવારે વેપારીઓને કોરોના વેક્સિન અપાશે: ના.મુખ્યમંત્રીની જાહેરાત

  • પેટ્રોલ-ડિઝલ પર રાહત મળવાની હાલમાં કોઇ શક્યતા નથી

 

આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાની સ્થિતિ અને ધોરણ ૯ થી ૧૧ ના શાળા શરૂ કરવા માટે અંગે અનેક ચર્ચાઓ કરાઈ હતી. ત્યારે કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકારે ભારત સરકારને વિનંતી કરી છે. જેના કારણે વધારાનો ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં દરરોજના ત્રણથી ચાર લાખ નાગરિકોને ડોઝ આપવામાં આવી રહી છે.

તેમણે કહૃાું કે, ગઈ કાલે અને આજે કેબિનેટમાં મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા થઇ એ પ્રમાણે ગુજરાત સરકાર પાસે પંદર લાખ કરતાં વધુ જથ્થો પ્રાપ્ય છે. દરરોજના અઢી લાખ જેટલો નવો જથ્થો આવી જાય છે. તેથી વેપારીઓ માટે ગૃહ વિભાગ તરફથી જે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, ૩૧ જુલાઇ સુધીમાં વેક્સિન વેપારીઓએ મેળવી લેવાની રહેશે. આજે કેબિનેટમાં ખાસ કિસ્સા તરીકે નિર્ણય કર્યો છે કે, રવિવારે વેપારીઓ અને કર્મચારીઓએ ૩૧ તારીખ પહેલાં વેક્સિન લેવાની રહેશે. માર્કેટયાર્ડ, દુકાનો, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર સહિતના વેપારીઓને અને કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. તમામ વાણિજ્ય હેતુથી ચાલતા વેપાર ધંધાનો સમાવેશ કરાયો છે. રમત-ગમતમાં ભાગ લેનારા ખેલાડીઓ, સિનેમા ગૃહો, હોટલ, સ્વીિંમગ પુલમાં કામ કરતા કર્મચારીઓને, ખાનગી ક્ષેત્રમાં ધંધાકીય હેતુ કાર્યરત છે તેવા તમામને વેક્સિનેશન મેળવવું જરૂરી છે. આ રવિવારે આ વર્ગના કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. ૧૮૦૦ સેન્ટરો ઉપર વેક્સિન આપવામાં આવશે.

શાળાઓ શરૂ કરવાના મુદ્દે નીતિન પટેલે કહૃાુ કે, સરકારી શાળાઓ ધોરણ ૯, ૧૦ અને ૧૧ ના વર્ગો શરૂ કરવા માટે વાલીઓ તરફથી, શાળા સંચાલકો તરફથી અને શિક્ષણ આલમમાં તરફથી પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો આવી રહી છે. હવે ગુજરાતમાં કોરાનાના કેસો ઘટ્યા છે. નવા કેસ ખૂબ ઓછી સંખ્યામાં આવી રહૃાા છે. અન્ય તમામ પ્રવૃત્તિઓ શરૂ કરી દેવામાં આવી છે. ઘણી છૂટ નિયમોની મર્યાદૃામાં આપી છે. વિદ્યાર્થીઓ તેનો લાભ પણ લઈ રહૃાા છે. યુવા તમામ વિદ્યાર્થીઓ તેમનું શિક્ષણ પણ પ્રત્યક્ષ રીતે મળી શકે ઓનલાઇન શિક્ષણ તો મળે છે, પણ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં વ્યવસ્થા નથી અને ઇન્ટરનેટ નથી, મોબાઈલ ફોનની વ્યવસ્થા નથી તેવા વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણથી વંચિત રહે છે. એટલે આ અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહૃાા છે.

તો બીજી તરફ ભારત સરકારના મોંઘવારી ભથ્થુ આપવા મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહૃાું કે, ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરોને લાભ આપવાનો થતો હોય છે તે માટે રાજ્ય સરકાર કાર્યરત રહી છે. કેન્દ્ર સરકારે વધારો કર્યો છે તે પ્રકારે ગુજરાત સરકારના પણ રાજ્ય સરકારના કર્મચારીઓને મોઘવારી ભથ્થાનો લાભ આપવા નાણાં વિભાગ સક્રિય વિચારણા કરી રહૃાું છે. તો પેટ્રોલ ડીઝલના ભાવ વિશે તેમણે કહૃાુ કે, પેટ્રોલ-ડીઝલ ઉપર ઓછામાં ઓછો વેટ લેનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. બીજા કોઈ રાજ્ય વિચારણા કરશે ત્યારે રાજ્ય સરકાર પણ વિચારણા કરશે. આખા દેશમાં પેટ્રોલ-ડીઝલ ઉપરનો પરનો જે ટેક્સ છે તે ગુજરાતમાં સૌથી ઓછો છે. પેટ્રોલ-ડીઝલ પર ના પરના ઘટાડા સંદર્ભમાં આ નિવેદન છે.