રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે ૩૭ જળાશયો ૧૦૦ ટકા પાણીથી છલકાયાં

  • ૧૨૬ તાલુકામાં સરેરાશ ૨ ઈંચ વરસાદ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે ૨૦૫ જળાશયો પૈકી ૩૭ જળાશયો ૧૦૦ ટકા પાણીથી છલકાયાં છે. ૫૭ જળાશયોમાં ૭૦ ટકા પાણીની આવક થઈ છે. ૩૧ જળાશયોમાં ૫૦ ટકા, ૩૮ જળાશયોમાં ૨૫ ટકા અને ૪૨ જળાશયોમા ૨૫ ટકાથી ઓછા પાણીની આવક થઈ છે. તો રાજ્યના ૧૨૬ તાલુકામાં સરેરાશ ૨ ઈંચ વરસાદ જેટલો વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સામાન્ય વધારો થયો. જળસપાટી ૧૧૯.૬૯ મીટર પર પહોંચી. પાણીની આવક માત્ર ૫૧૪૩ ક્યુસેક છે. હજુ પણ ૧૨૦૦ મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટી બંધ છે. ડેમમાં કુલ જીવંત જથ્થો ૧૧૭૩ મિલિયન ક્યુબીક મીટર છે.

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાનમ ડેમમાં નવા નીરની આવક થઈ છે. હાલ ડેમની જળ સપાટી ૧૨૦.૪૦ મીટર થઈ છે. ડેમમાં ત્રણ હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. જ્યારે મોરવા હડફના હડફ ડેમમાં પણ જળસપાટી વધી છે. ડેમમાં ૧૫૫ કયુસેક પાણીની આવક થી છે. રાજકોટનો ન્યારી ૧ ડેમ ઓવરલો થયો. જેના કારણે આજી ૧ ડેમ ૨૬ ફૂટ પહોચ્યો છે. જેથી રાજકોટમાં આગામી વરસે પીવાના પાણી માટે તંગી નહી સર્જાય. ધોરાજીનો ભાદર ૨ ડેમ ઓવરફલો થયો. ઓવરલો થતા ડેમના આઠ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા.ભાદર ૨ ડેમમાં પાણીની કુલ આવક ૪૦૬૦૦ ક્યુસેક છે. તો પાણીની જાવક ૩૩૨૮૬ ક્યુસેક છે. કોટડા સાંગાણીનો વાછપરી ડેમ ઓવરલો થયો. ઉપરવાસમા પડેલા ભારે વરસાદના કારણે ડેમમા પાણીની વ્યાપક આવક થતા ૧૮ ફૂટની સપાટીએ ડેમ ઓવરલો થયો.

વાછપરી ડેમ ઓવરલો થતા નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. તંત્ર દ્રારા કોટડાસાંગાણી, ખરેડા, પાંચીયાવદર સહિત આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કોટડાસાંગાણી પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો. જેથી આ પંથકની માણકી નદીમાં પુર આવ્યા. કોટડા સાંગાણાણીની, માણેકવાડા, સોળીયા, નવાગામ, નારણકા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો.માણકી નદીમાં પુર આવતા માણેકવાડા, મોટા ખાંડવા અને કોટડા સાંગાણીને જોડતો રસ્તો બંધ થયો. વીરપુર જલારામની સરીયામતી નદીમાં ઘોડાપુર આવ્યું.