રાજ્યમાં ૧૯૫ રસ્તાઓ અને ૩ રૂટની એસટી બસ સેવા બંધ, ૯૪ ડેમ હાઈએલર્ટ પર

૨૪ કલાકમાં રાજ્યમાં ૧૯૨ તાલુકામાં વરસાદ
સરદાર સરોવર ડેમમાં ૫૪.૦૬ ટકા જળસંગ્રહ, રાજ્યના ૧૦ ડેમ એલર્ટ અને ૭૪ ડેમ વોર્નિંગ ઉપર
રાજ્યમાં સૌથી વધુ કચ્છ અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં વરસાદ
ગાંધીનગર,
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે ૧૭ ઓગસ્ટની સવારે ૬-૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૨ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ૯૫ તાલુકાઓ અડધા ઈંચથી સાડા પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. કચ્છના માંડવી અને મુન્દ્રામાં સાડા પાંચ ઈંચ, તાપીના વાલોડ અને આણંદના તારાપુરમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદને પગલે સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે અને પંચાયત સહિતના ૧૯૫ રોડ બંધ છે. તેમજ રાજ્યની જી્ બસ સેવા ૩ રૂટ પર બંધ રહી છે. ઉપરવાસના વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૨૧.૦૮ મીટર પહોંચી છે. જ્યારે ભારે વરસાદના કારણે રાજ્યના ૯૪ ડેમ હાઈ એલર્ટ પર છે.
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૭૯.૪૪ ટકા વરસાદૃ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૨.૩૫ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૨.૪૭ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૬૯.૩૧ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૬૨.૦૩ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૫૬.૪૧ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં વરસી રહેલાં અવિરત વરસાદને પગલે રાજ્યની જીવાદૃોરી સમાન સરદૃાર સરોવર ડેમની ડેમની જળસપાટી ૧૨૧.૦૮ મીટર પર પહોંચી છે. તેની સાથે જ સરદાર સરોવર ડેમમાં ૫૪.૦૬ ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યના ડેમોની સ્થિતિ પર તંત્ર દ્વારા સતત મોનિટિંરગ કરવામાં આવી રહૃાું છે ત્યારે આજની સ્થિતિએ કુલ ૯૪ ડેમ હાઈ એલર્ટ ઉપર એટલે કે ૯૦ ટકાથી વધુ ભરાયા, ૧૦ ડેમ એલર્ટ ઉપર એટલે કે ૮૦થી ૯૦ ટકા ભરાયા અને ૭૪ ડેમ વોર્નિંગ ઉપર એટલે કે ૭૦થી ૮૦ ટકા ભરાયા છે. તે ઉપરાંત ૮૭ ડેમ ૭૦ ટકાથી ઓછા ભરાયા છે.
રાજ્યમાં વરસાદૃી માહોલના કારણે ગુજરાત એસ.ટી. બસની ત્રણ રૂટની કુલ ૧૭ ટ્રીપો બંધ કરવાની ફરજ પડી છે. તે ઉપરાંત સ્ટેટ હાઈવેના ૧૨ રસ્તાઓ, પંચાયતના ૧૭૨ રસ્તાઓ, નેશનલ હાઈવેના ૨ રસ્તાઓ તેમજ અન્ય ૯ રસ્તાઓ મળી કુલ ૧૯૫ રસ્તાઓ બંધ છે. જેને પૂર્વવત કરવા તંત્ર કાર્યરત છે.