રાજ્યમાં 27 મે સુધી આંશીક લોકડાઉન

  • ગુજરાતભરમાં આવતીકાલથી આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી છે

અમરેલી,ગુજરાતમાં લોકડાઉનને લઈ સરકારે મોટો નિર્ણય કર્યો છે. આવતીકાલથી આંશિક લોકડાઉનનો અમલ શરૂ કરવામાં આવશે. સાથે લારી-ગલ્લા અને દુકાનદારો માટે રાહતના સમાચાર પણ આવ્યા છે. આવતીકાલથી લાગેલા આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી છે. આંશિક લોકડાઉન 27 મે સુધી લગાવવામાં આવ્યું છે. જે બાદ નવા નિયમ પરિસ્થિતિ અનુસાર જાહેર કરાશે.પીપાવાવ ખાતે આ અંગેની જાહેરાત કરાઈ હતી.
જો કે, 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત્ રહેશે.નવી યાદીમાં આ વેપાર શરૂ રહેશે પાનના ગલ્લા, ચાની કિટલી, હેર સલૂન, હાર્ડવેરની દુકાનો, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સની દુકાનો, રેડીમેડ કપડાની દુકાનો, વાસણની દુકાનો, મોબાઇલની દુકાનો, હોલસેલ માર્કેટ, પંચરની દુકાન, ગેરેજ અને બંધ રહેતી દુકાનો આ વેપાર બંધ રહેશે શૈક્ષણિક સંસ્થા, ટ્યુશન ક્લાસિસ, થિયેટરો, ઓડીટોરીયમ, અસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ આ સાથે સમગ્ર પ્રકારના મોલ્સ અને કમર્શિયલ કોમ્પ્લેક્સિસ રહેશે બંધ રહેશે.