રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને વધુ સારવાર માટે લઈ જવાયા ચેન્નઈ

  • એમજીએમ હોસ્પિટલ ખાતે થશે તેમની સારવાર

    રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ઉલ્લેખનીય છે કે આ જીવલેણ બિમારીની ઝપેટમાં ઘણા રાજનેતાઓ આવ્યા છે. ત્યારે બીજી તરફ સાંસદ અભયભાઈ ભારદ્વાજને વધુ સારવાર માટે ચેન્નાઇ એમજીએમ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહૃાા છે. નોંધપાત્ર છે કે દૃેશના વિખ્યાત ડૉ. કે. આર. બાલાક્રિશ્ર્નન તેમની સારવાર કરશે.
    તેઓ ફેફસાં, મિકેનિકલ સર્ક્યુલર સપોર્ટ અને કાર્ડિયાક બાબતોનાં નિષ્ણાત છે. ઉલ્લેખનીય છે કે સાંસદ અભયભાઈ ભારદ્વાજને વધુ સારવાર અર્થે ચાર્ટર્ડ પ્લેન મારફતે ચેન્નઇ લઈ જવામાં આવશે. તેમની સાથે પુત્ર અંશ અને ભાઈ નીતિનભાઈ ભારદ્વાજ પણ ચેન્નઈ જશે. મુંબઈના ડો.ઓઝા સહીત ૩ તબીબો પણ સાથે જશે.