રાજ્ય એસટી બસ નિગમનો હવે ગાંમડાઓમા પણ બસ ચાલું કરવા નિર્ણય

કોરોના કાળ બાદ અનલોક ૪માં રાજ્ય સરકાર ધીમેધીમે તમામમાં છૂટછાટ આપી રહી છે, ત્યારે ગુજરાત એસટી નિગમે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત એસટી નિગમે હવે ગાંમડાઓમા પણ બસ ચાલું કરવાનો નિર્ણય લીધો છે. ગામડાના રૂટ પર હવે એસટી બસો સંચાલન ચાલુ કરાશે. સોમવારથી ગામડામાં એસટી બસ દૃોડતી થઈ જશે. પરંતુ તેના માટે કોરોના ગાઈડલાઈન્સ પ્રમાણે બસ કન્ટક્ટરને થર્મલ ગન આપવાનો નિર્ણય કર્યો છે. કન્ટક્ટર મુસાફરનું થર્મલ ગનથી સ્ક્રિનીંગ બાદ જ બસમાં બેસવા દૃેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે રાજ્યની તમામ એસટી બસોનું સંચાલન સ્થગિત કરી દીધા બાદ તબક્કાવાર શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં તાલુકાથી તાલુકાનું સંચાલન ચાલું હતું. ત્યારે હવે સોમવારથી ગાંમડાઓમાં પણ એસટી બસોનું રાત્રી રોકાણ શરૂ થઈ જશે. જેના માટે એસટીના કંડક્ટરને એક થર્મલ ગન આપવામાં આવશે. થર્મલ ગનથી મુસાફરોનું ટેમ્પ્રેચર તપાસ્યાં બાદ જ બેસવા દૃેવામાં આવશે.
નિગમના સુત્રોના જણાવ્યા પ્રમાણે, હાલમાં સમગ્ર રાજ્યમાં એસટી બસોનું દરરોજની ૨૩,૫૦૦ ટ્રીપોનું સંચાલન ચાલી રહૃાું છે. જો કે, હવે ગામડાનું સંચાલન શરૂ થતાં આ ટ્રીપો વધીને ૩૨,૦૦૦એ પહોંચશે. આમ નિગમ દ્વારા એસટી બસોનું ૮૦થી ૮૫ ટકા સંચાલન શરૂ કરી દૃેવામાં આવ્યું છે.