રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ મહિલા ઉત્કર્ષ યોજનાને આવકારતા મહિલા સહકારી અગ્રણી ભાવનાબેન ગોંડલીયા

  • યોજના અંતર્ગત સખીમંડળોને એક લાખ રૂપિયાની લોન ઝીરો ટકા વ્યાજે આપવામાં આવશે

અમરેલી,
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા મહિલા ઉત્કર્ષ યોજના જાહેર કરવામાં આવી છે જેમાં રાજ્યભરની 10 મહિલાઓના જૂથને એક લાખ રૂપિયા સુધીનું ધિરાણ વગર વ્યાજે આપવામાં આવશે જેના લીધે મહિલાઓ આત્મનિર્ભર બનશે. કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતની સંવેદનશીલ સરકાર એસેસરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સુંદર નિર્ણય લેવામાં આવી રહ્યા છે ગુજરાતની વિકાસગાથા ની યશ કલગીમાં નવું મોર પીછું ઉમેરાયુ છે ત્યારે આ યોજનાના માધ્યમથી રાજ્યની હજારો મહિલાઓ સ્વરોજગાર મેળવી શકશે આગામી 17 તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે આ યોજના ખુલ્લી મુકવામાં આવનાર છે ત્યારે અમરેલી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટીના ચેર પર્સન ભાવનાબેન ગોંડલીયા સહર્ષ આવકારીને રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા છે સાથે સાથે આવી જ રીતે રાજ્ય સરકારના માધ્યમથી તેમજ કેન્દ્ર સરકારના સહયોગથી લોકોની સુખાકારી માટેના નિર્ણય લેવામાં આવે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.