રાણપર ગામે કમોસમી વરસાદને કારણે ખેડૂતો ને રવિ પાકનું નુકસાન થવાની ભીતિ

રાણપર,
બાબરા પંથકમાં આ વર્ષે પ્રમાણમાં રવી પાકો નું વાવેતર થયું છે ગત વર્ષે કરતાં આ વર્ષે પાણી પણ સારા હોવા ના કારણે ખેડૂતો માં આનંદ હતો પરંતુ કમોસમી વરસાદને કારણે રવી પાક નિષ્ફળ જવનો ડર ઊભો થયો છે રાણપર ગામ ના ખેડૂતો એ રવી પાક માં ધંઉ શીણા જીરૂ જેવા વાવેતર કરવામાં આવ્યું છે સાથે કપાસ પણ હોવા ના કારણે તમામ પાકો કમોસમી વરસાદને કારણે ફેલ થવાનો ડર ઉભો થયો છે બુધવાર ની રાત્રીના વાતાવરણ એકાએક પલટો આવ્યો હતો સાથે વરસાદી ઝાપટાં પડયા હતા કમોસમી વરસાદને કારણે ખેડૂતો ને પાક નિષ્ફળ જવા થી મોટું નુકસાન થવાનો ડર છે આ વર્ષે સારા વરસાદ ના કારણે ગયા વષે કરતા આ વર્ષે શિયાળુ કરતા પણ મોટા પ્રમાણમાં થયું છે .