અમરેલી, ગઇ કાલે સાંજે સુરતમાં સૌરાષ્ટ્રમાં જવાની છુટ મળી હોવાના જવાબદાર આગેવાનના વાયરલ થયેલા વિધાનને કારણે સાંજથી દેશમાં આવવા માંગતા સૌરાષ્ટ્રવાસીઓમાંથી ઘણા પ્રાઇવેટ વાહનોમાં આવવા નીકળી ગયા હતા પણ અમરેલીના કલેકટરશ્રી આયુષ ઓક અને એસપીશ્રી નિર્લિપ્ત રાયના ધ્યાને આ બાબત આવી જતા તેમણે સુરતથી અમરેલી આવવામાં વચ્ચે આવતા તમામ જિલ્લાઓના કલેકટર અને એસપીનો સંપર્ક કરી તેમને પરત સુરત મોકલવા જણાવતા તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ સાબદી બની હતી અને અમરેલી જિલ્લાની બોર્ડર ઉપર પણ તકેદારી રખાઇ હતી. બીજી તરફ સુરતના પુર્વ ધારાસભ્ય શ્રી પ્રફુલ પાસેરીયાએ આવી કોઇ છુટ ન મળી હોવાની સ્પષ્ટતા કરતો વિડીયો મેસેજ મોકલતા ઘણા લોકો પરત ફર્યા હતા અને ઘણાને જે તે જિલ્લાની બોર્ડર ઉપર અટકાવી દેવાતા અમરેલી જિલ્લાના જાગૃત અધિકારીઓને કારણે ત્યાંથી નીકળેલા લોકો હેરાન થતા અટક્યા હતા.