રાત્રે અમરેલીના ગેસ ગોડાઉન પાછળ દિપડો ઝળક્યો

અમરેલી,
ગુરૂવારે રાત્રીના અમરેલીના સાવરકુંડલા – ધારી રોડ વચ્ચે આવેલા બાયપાસના ગેસ ગોડાઉન અને અતુલભાઇ ભાદાણીની વાડી વચ્ચે અમરેલીની આસપાસ અવાર નવાર દેખાતો દિપડો જોવા મળ્યો હતો ત્રણ દિવસથી આ વિસ્તારમાં રાત્રીના સમયે કુતરાઓના ટોળા દિપડાની પાછળ સતત ભસી અને દોડતા હોવાનું લોકોને દેખાયુ હતુ પરંતુ આ રાત્રે એક બોલેરો ચાલકે એક જ છલાંગમાં દિપડાને બાયપાસ રોડ ક્રોસ કરતો જોયો હતો આ ઘટનાની જાણ થતા ગજેરાપરાના ખેડુતો એકત્ર થઇ ગયા હતા અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ વન વિભાગે અહીં કશુ નથી તેમ કહી ચાલતી પકડી હતી ચાર મહિનાથી વન તંત્ર અમરેલી ફરતે આંટો મારતા દિપડાને પકડી શકતુ નથી તે પણ વાસ્તવીકતા છે.