રાત્રે અમર ડેરી પાસે રેલ્વેટ્રેક ઉપર સિંહનું બચ્ચુ ટ્રેનની હડફેટે કપાયું

અમરેલી,
અમરેલીના ગાવડકા નજીક અમર ડેરી પાસે રેલ્વે ટ્રેક ઉપર જુનાગઢથી અમરેલી આવતી ટ્રેનમાં રાત્રે સિંહ પરિવાર પૈકીનું સિંહબાળ ટ્રેનની હડફેટે આવી કપાયુ હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી રહી છે.જાણવા મળતી પ્રાથમિક માહિતી અનુસાર રાત્રીના સમયે ટ્રેન અમર ડેરી પાસે પહોંચી ત્યારે ટ્રેક પાસે સિંહ સિંહણ અને બે થી ત્રણ બચ્ચાઓ હતા જેમાં એક બચ્ચુ ટ્રેનની હડફેટે ચડયુ હતુ અને તેની જાણ થતા જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી આ બચ્ચુ મૃત્યુ પામ્યુ હોવાની જાણ થતા ડીએફઓ શ્રી પટેલ તુરત જ દોડી ગયા હતા ટ્રેન રાત્રે ગાવડકા ખાતે જ થંભાવી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.