રાત્રે ચાવંડ પાસે અકસ્માત સર્જાતા છ માસનાં બાળકનું મોત : ત્રણને ઇજા

લાઠી,
લાઠી-ચાવંડ રોડ પર આવેલ ચાવંડ પ્રાથમિક શાળા નજીક રાત્રીનાં ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા છ માસનાં ધાર્મિક સુરેશભાઇ નામના બાળકનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યું થયું છે જ્યારે સુરેશ પ્રવિણભાઇ ઉ.વ.25 અને સારીકાબેન સુરેશભાઇ ઉ.વ.22 તથા વનરાજભાઇ પ્રવિણભાઇ નાવડીયા ઉ.વ.18ને ઇજાઓ સાથે 108ની મદદથી લાઠી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ .